રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ31 જુલાઈ, 2025| Super Admin

પાટણ જિલ્લા પંચાયત ખાતે સામાન્ય સભા યોજાઈ; આઉટસોર્સની ખાલી જગ્યાઓ ન ભરાતા હોબાળો

પાટણ જિલ્લા પંચાયત ખાતે સામાન્ય સભા યોજાઈ; આઉટસોર્સની ખાલી જગ્યાઓ ન ભરાતા હોબાળો

પાટણ જિલ્લા પંચાયત ખાતે સામાન્ય સભાની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આરોગ્ય વિભાગમાં આઉટસોર્સ એજન્સી મારફત ખાલી જગ્યાઓ ન ભરાતા હોવાના મુદ્દે હોબાળો મચ્યો હતો. વિપક્ષના સભ્ય અશ્વિનભાઈ પટેલે રજૂઆત કરી હતી કે પાટણ જિલ્લામાં આરોગ્ય શાખાની વિવિધ કચેરીઓમાં 100થી વધુ આઉટસોર્સ કર્મચારીઓની જગ્યાઓ ખાલી છે. આ કારણે આરોગ્ય સેવાઓ પર ગંભીર અસર પડી રહી છે. આ મુદ્દે જિલ્લા આરોગ્ય અધિકારીની ઝાટકણી કાઢવામાં આવી હતી. નોંધપાત્ર બાબત એ રહી કે વિપક્ષની આ રજૂઆતને શાસક પક્ષ ભાજપના સભ્યોએ પણ સમર્થન આપ્યું હતું અને ઝડપથી આઉટસોર્સ કર્મચારીઓની ભરતી કરવાની માંગ કરી હતી. આરોગ્ય અધિકારી વિષ્ણુભાઈ પટેલે ખુલાસો કર્યો હતો કે આઉટસોર્સથી કર્મચારીઓ ભરવાની પ્રક્રિયા ઉચ્ચ કક્ષાએથી થાય છે. તેમ છતાં જિલ્લા કક્ષાએથી પણ આ બાબતે સતત પ્રયત્નો કરવામાં આવ્યા છે. અશ્વિનભાઈ પટેલે વધુમાં આક્ષેપ કર્યો હતો કે આરોગ્ય અધિકારી પોતાની ચેમ્બરમાં રજૂઆત કરવા આવતા કર્મચારીઓને મળતા નથી અને તેમની સાથે યોગ્ય વર્તન પણ કરતા નથી. તેમણે જણાવ્યું કે આરોગ્ય કર્મચારીઓના ઉચ્ચતર પગાર ધોરણ અને પેન્શનના કેસો છેલ્લા બે-ત્રણ વર્ષથી પેન્ડિંગ છે. બેઠકમાં વિપક્ષના નેતાએ સરસ્વતી તાલુકાને પાટણ તાલુકામાંથી અલગ થયા બાદ ફાળવવાના ભંડોળનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. આ બાબતે ડીડીઓએ સ્પષ્ટતા કરી હતી કે આ પ્રક્રિયા તાલુકા કક્ષાએથી થતી હોવાથી તેઓ જ આ કાર્યવાહી કરી શકે છે. સભાની શરૂઆતમાં સભ્યો દ્વારા પૂછવામાં આવેલા અન્ય પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર