રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણના ચતુર્ભુજ બગીચા નજીક એપલ સલૂન- બ્યુટી પાલૅરની આડમાં ચાલતું જુગારધામ પકડાયું

પાટણના ચતુર્ભુજ બગીચા નજીક એપલ સલૂન- બ્યુટી પાલૅરની આડમાં ચાલતું જુગારધામ પકડાયું

એલસીબી ટીમે સાત જુગારીઓને રોકડા રૂ.૫૯,૩૫૦ સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી

પાટણ શહેરના ચતુર્ભુજ બગીચા નજીક આવેલ એસ.કે. પ્લાઝા કોમ્પલેક્ષમાં પાટણ એલસીબી ટીમે દરોડો પાડી સલૂનની આડમાં ચાલતા જુગાર ધામનો પર્દાફાશ કરી સાત જુગારીઓને રોકડા રૂ.૫૯,૩૫૦ સાથે રંગે હાથ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. 

બનાવની મળતી વિગત મુજબ પાટણ એલસીબી  સ્ટાફને ખાનગી બાતમી મળી હતી કે, પાટણ પદ્મનાથ ચોકડી નજીક પાર્થ એલીગન્સમાં રહેતો મિલનકુમાર નાયી પાટણના ચતુર્ભુજ બાગીચા પાસેના એસ.કે.પ્લાઝા કોમ્પલેક્ષના પોતાની માલિકીના પ્રથમ માળે આવેલ એપ્પલ સલૂન - બ્યુટી પાર્લર (દુકાન નં. એફ-૩,૪) માં બહારથી માણસો બોલાવી અંગત ફાયદા અર્થે ગંજીપાના વડે પૈસાની હાર-જીતનો જુગાર રમાડે છે તેવી બાતમીના આધારે પી.એસ.આઈ. પી.વી. ચૌધરી તથા સ્ટાફે એસ.કે. પ્લાઝા કોમ્પલેક્ષ ખાતે દરોડો પાડયો હતો. 

દુકાનનું શટર  અડધું ખુલ્લું હોય પોલીસે અંદર પ્રવેશ કરી તપાસ કરતા અંદરના રૂમમાં લાઈટના અજવાળે સાત જણા ગોળ  કુંડાળું વળી ગંજીપાના વડે પૈસાથી હાર-જીતનો જુગાર રમતા મળી આવ્યા હતા.ટીમે સ્થળ પરથી રોકડ રકમ રૂા. ૫૯,૩૫૦ સાથે મિલનકુમાર બચુભાઈ નાયી (ઉ.વ.૪૦, રહે. પાર્થ એલીગન્સ,પદ્મનાથ ચોકડી પાસે,પાટણ) મુખ્ય સંચાલક,સમીરકુમાર બળદેવભાઈ પટેલ(ઉ.વ.૩૬, રહે.શ્યામવિલા સોસાયટી, પાટણ),અજીતજી જવાનજી ઠાકોર (ઉ.વ.૨૪, રહે. ગુલવાસણા, તા.સરસ્વતી, જી. પાટણ), મહેન્દ્રભાઈ પ્રભુદાસ પ્રજાપતિ (ઉ.વ.૪૮,રહે. છીડીયા દરવાજા, બાલાપીરની શેરી, પાટણ), યશ હરેશભાઈ સેવંતીલાલ મોદી રહે. પિડારીયા વાડો, બાબુના બંગલા પાસે,રોહિતકુમાર દિનેશભાઈ રાવલ (ઉ.વ.૩૨,રહે. પંચાલવાસ,ચંદ્રુમાણા, જી. પાટણ) અને દર્શન  નિતિનભાઈ વ્યાસ (ઉ.વ.૩૬, રહે.શિવ બંગ્લોઝ, પદ્મનાથ ચોકડી પાસે, પાટણ) નો સમાવેશ થાય છે.પાટણ એલસીબી ટીમે તમામ જુગારીઓ સામે પાટણ સીટી પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા અધિનિયમની કલમ ૪ અને ૫ મુજબ ગુનો નોંધાવી આગળની તપાસ સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર