રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
સાબરકાંઠા30 સપ્ટેમ્બર, 2026| Super Admin

ખેડબ્રહ્મા ખાતે FNHW અંતર્ગત ચાર દિવસીય ToT તાલીમનો પ્રારંભ કરાયો

ખેડબ્રહ્મા ખાતે FNHW અંતર્ગત ચાર દિવસીય ToT તાલીમનો પ્રારંભ કરાયો

 સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિ., ગાંધીનગર તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે FNHW (Food, Nutrition, Health & WASH) અંતર્ગત ચાર દિવસીય ToT (Training of Trainers) તાલીમ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ ચાર દિવસીય તાલીમમાં સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા તથા વાવ-થરાદ જિલ્લાના NRLM અંતર્ગત જિલ્લા અને તાલુકા કક્ષાના આશરે 50 જેટલા કર્મચારીઓ ભાગ લઈ રહ્યા છે. તાલીમ કાર્યક્રમમાં NRID-PR, હૈદરાબાદના નેશનલ રિસોર્સ પર્સન શ્રી આશિષ કુમાર સિંગ દ્વારા FNHW અંતર્ગત વિવિધ મહત્વપૂર્ણ વિષયો અંગે તાલીમાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવશે. તાલીમનો મુખ્ય હેતુ જિલ્લા અને તાલુકા કક્ષાના કર્મચારીઓની ક્ષમતા વધારીને FNHWની પ્રવૃત્તિઓને ગ્રામ્ય સ્તર સુધી વધુ અસરકારક રીતે પહોંચાડવાનો છે.

 FNHW અંતર્ગત ખોરાક, પોષણ, આરોગ્ય અને સ્વચ્છતા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે ગ્રામ્ય પરિવારોમાં જાગૃતિ લાવવા તથા મહિલાઓ અને સમુદાયને સશક્ત બનાવવા માટે NRLM દ્વારા વિવિધ સ્તરે કામગીરી કરવામાં આવી રહી છે. આ ToT તાલીમ દ્વારા તાલીમાર્થીઓને જરૂરી જ્ઞાન અને કૌશલ્યથી સજ્જ કરી આગળના તબક્કે અન્ય કર્મચારીઓ તથા સમુદાયને તાલીમ આપી શકાય તે માટે તૈયાર કરવામાં આવશે.

 આ તાલીમ કાર્યક્રમથી FNHWના સંદેશને વધુ વ્યાપક સ્તરે પહોંચાડવામાં અને ગ્રામ્ય પરિવારોમાં પોષણ, આરોગ્ય તથા સ્વચ્છતા અંગે જાગૃતિ વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન મળશે. આ તાલીમ કાર્યક્રમના શુભારંભ પ્રસંગે NRID-PR, હૈદરાબાદના શ્રી આશિષ કુમાર સિંગ, શ્રી હર્ષદ રાઠોડ, GM-SISD, GLPC ગાંધીનગર,  ખેડબ્રહ્મા ટીડીઓ શ્રી નીતિન ચૌધરી,  APO (વહીવટ) શ્રીમતી કૈલાસ રાજગોર, DRDA સાબરકાંઠા, DLM શ્રીમતી મિન્નત મન્સૂરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર