રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા4 ઑગસ્ટ, 2026| Super Admin

ડીસા નગરપાલિકામાં વિવિધ સમિતિઓની રચના: મહત્વપૂર્ણ કમિટીઓ અને હોદ્દેદારોની જાહેરાત

ડીસા નગરપાલિકામાં વિવિધ સમિતિઓની રચના: મહત્વપૂર્ણ કમિટીઓ અને હોદ્દેદારોની જાહેરાત

આગામી વર્ષે નવું ભવન, ફાયર સ્ટેશન અને સ્માર્ટ આંગણવાડીઓ બનશે

ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યોની લાંબા સમયથી ચાલી રહેલી આતુરતાનો આખરે અંત આવ્યો છે. આજરોજ નગરપાલિકા પ્રમુખ કૌશિકભાઈ સાધુની અધ્યક્ષતામાં યોજાયેલી સામાન્ય સભામાં વિવિધ મહત્વની સમિતિઓની સત્તાવાર રચના કરવામાં આવી હતી.

73.jpg 200.56 KB
​મુખ્ય કમિટીઓ કોના શિરે જશે તેને લઈને નગરપાલિકાના રાજકારણમાં લાંબા સમયથી અટકળો અને ચર્ચાઓ ચાલી રહી હતી. દરમિયાન, પાલનપુર ભાજપ કાર્યાલય ખાતેથી રાજુભાઈ ડાભી અને નિલેશભાઈ મોદી વિવિધ સમિતિઓની રચનાનું આખરી લિસ્ટ લઈને ડીસા આવી પહોંચ્યા હતા, જેના આધારે પ્રમુખ કૌશિકભાઈ સાધુ દ્વારા સમિતિઓની જાહેરાત કરવામાં આવી હતી.

​સામાન્ય સભા દરમિયાન ડીસા શહેરના સર્વાંગી વિકાસ માટે આગામી વર્ષના મહત્વકાંક્ષી આયોજનોની પણ જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત આગામી વર્ષમાં નગરપાલિકાનું નવું અદ્યતન ભવન બનાવવામાં આવશે.જ્યારે આધુનિક નવું ફાયર સ્ટેશન આકાર લેશે. આ ઉપરાંત ​ભૂલકાંઓ માટે સ્માર્ટ આંગણવાડીઓનું નિર્માણ પણ કરવામાં આવશે.વિવિધ સમિતિઓની રચના થતાં જ નગરપાલિકાના તંત્રમાં કાર્યશૈલી ઝડપી બનશે અને શહેરના પ્રજાલક્ષી કાર્યો ઝડપથી થશે.

 વિવિધ સમિતિઓના ચેરમેનો 

(1) ટાઉન પ્લાનિંગ સમિતિ 

 કરશનજી તગાજી જોષી

(2) બાંધકામ સમિતિ

અવનીબેન શમ્મીકુમાર પઢીયાર

(3) પાણી પુરવઠા સમિતિ

સંજયકુમાર બાબુલાલ ગેલોત

(4) સેનિટેશન અને પબ્લિક હેલ્થ સમિતિ

કિરણકુમાર બાબુલાલ રાવળ

(5) ભૂગર્ભ ગટર સને ડ્રેનેજ સમિતિ

દિનેશકુમાર રતનજી માળી

(6) સ્ટ્રીટ લાઈટ સમિતિ

અતુલકુમાર શાંતિલાલ ઠક્કર

(7) ટ્રાન્સપોર્ટ અને ગેરેજ સમિતિ

વિનોદભારતી પુરણભારતી ગૌસ્વામી

(8) અપીલ સર્વિસ અને કન્સલ્ટેટીવ અને પસંદગી સમિતિ

શૈલેશકુમાર છગનલાલ પ્રજાપતિ

(9) દબાણ સમિતિ

રેખાબેન પ્રવિણકુમાર પંચાલ

(10) ગુમાસ્તા ધારા સમિતિ

પુજાબેન દીપકકુમાર (પરાગકુમાર) પઢિયાર

(11) વ્યવસાય વેરા સમિતિ

બાબુભાઈ જુગરાજ બોરવાલ

(12) એન. યુ. એલ. વાય. એન. એન્ડ યુ. સી.ડી. સમિતિ

જડીબેન ત્રિભુવનભાઈ દરજી

(13) એસ. જે. એસ. વાય. એન. એન્ડ યુ. સી. ડી. સમિતિ (સ્વર્ણિમ શહેરી રોજગાર યોજના)

ચાર્મીબેન વસંતભાઈ શાહ

(14) બાગ બગીચા સમિતિ

ભારતીબેન શ્રવણકુમાર માજીરાણા

(15) સામાજિક ન્યાય સમિતિ

જયાબેન જીતેન્દ્રકુમાર શ્રોફ

(16) આઈ. ડી. એસ. એમ. ટી. એન્ડ આઇ. એચ. એસ. ડી. પી. સમિતિ (શહેરી વિકાસ અને આવાસ યોજના)

રોનકબેન શિરીષકુમાર પટેલ

(17) માનવ રાહત સમિતિ

રાહુલકુમાર આશારામ માધવાણી

(18) ઉત્સવ સમિતિ

દક્ષાબેન દિનેશકુમાર નાઈ

(19) શિક્ષણ સમિતિ

અમિતકુમાર વિનોદચંદ્ર રાજગોર

સંબંધિત સમાચાર