રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
સાબરકાંઠા7 જાન્યુઆરી, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

સાબરકાંઠાના હિંમતનગરમાં રૂ.1.27 કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો

સાબરકાંઠાના હિંમતનગરમાં રૂ.1.27 કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો
સાબરકાંઠા જિલ્લામાં બુધવારે રૂ. 1.27 કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આશરે 36,800 બોટલોનો આ જથ્થો હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વિરપુર ગામની સીમમાં ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નષ્ટ કરાયો હતો. આ દારૂ સાબરકાંઠા જિલ્લાના ગાંભોઈ, હિંમતનગર એ-ડિવિઝન, બી-ડિવિઝન અને ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા ચાર મહિના દરમિયાન પાસ-પરમિટ વિના પકડવામાં આવ્યો હતો. પોલીસે કુલ 103 ગુના નોંધી આ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. હિંમતનગર ડિવિઝનના DYSP એ.કે. પટેલે જણાવ્યું હતું કે, જપ્ત કરાયેલા દારૂની ગણતરી કર્યા બાદ પોલીસ બંદોબસ્ત સાથે તેને વિરપુરની સીમમાં લાવવામાં આવ્યો હતો. ત્યાં રોલર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન હિંમતનગર પ્રાંત અધિકારી વિમલ ચૌધરી, હિંમતનગર મામલતદાર રોનકસિંહ પઢેરિયા, નશાબંધી અધિકારી એચ.વી. પટેલ, એ-ડિવિઝન PI પી.એમ. ચૌધરી, બી-ડિવિઝન PI એ.એમ. ચૌધરી, હિંમતનગર ગ્રામ્ય PI એચ.આર. હેરભા અને ગાંભોઈ PI એ.જે. ગોસ્વામી સહિતના અધિકારીઓ અને પોલીસ જવાનો હાજર રહ્યા હતા.  

સંબંધિત સમાચાર