રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મહેસાણામાં ફૂડ વિભાગના દરોડા: સડેલી કેરીમાંથી રસ બનાવવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું

મહેસાણામાં ફૂડ વિભાગના દરોડા: સડેલી કેરીમાંથી રસ બનાવવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું

મહેસાણા જિલ્લાના નુગર ગામમાં આવેલા મહાદેવ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા એક મોટી અને સપાટાબંધ કાર્યવાહી કરવામાં આવી છે. ઉનાળાની સિઝનમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરતા એક કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેમાં સડેલી અને સંપૂર્ણપણે બગડી ગયેલી કેરીઓમાંથી કેરીનો રસ બનાવવામાં આવતો હતો. ફૂડ વિભાગને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ ઔદ્યોગિક વસાહતમાં આવેલા એક યુનિટ પર અચાનક દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં લોકોના આરોગ્ય માટે અત્યંત હાનિકારક એવી આ પ્રવૃત્તિ મોટા પાયે ધમધમી રહી હતી.

દરોડા દરમિયાન અધિકારીઓને ઘટનાસ્થળેથી મોટી માત્રામાં જીવાતવાળી અને સડેલી કેરીઓનો જથ્થો મળી આવ્યો હતો, જેનો ઉપયોગ સીધો જ રસ કાઢવા માટે કરવામાં આવતો હતો. ફૂડ વિભાગની ટીમે તાત્કાલિક અસરથી કામગીરી હાથ ધરીને સ્થળ પર રહેલો તમામ બગડેલી કેરીઓનો અને તેમાંથી તૈયાર કરવામાં આવેલો અખાદ્ય રસનો જથ્થો સીઝ કરી કબજે લીધો છે. આ ઉપરાંત, રસ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા સાધનો અને સ્થળની સ્વચ્છતાની પણ તપાસ કરવામાં આવી હતી, જે આરોગ્યના નિયમોની વિરુદ્ધ અને અત્યંત અસ્વચ્છ હાલતમાં જોવા મળી હતી.

આ ગંભીર બેદરકારી અને લોકોના જીવ જોખમમાં મૂકવા બદલ ફૂડ વિભાગે યુનિટના સંચાલકો સામે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને કબજે કરેલા રસ તથા કેરીના સેમ્પલ વધુ તપાસ માટે ફૂડ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ કસૂરવારો સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ આકરી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાને પગલે આરોગ્ય તંત્ર દ્વારા નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે બજારમાંથી તૈયાર રસ ખરીદતી વખતે સાવચેતી રાખવી અને માત્ર વિશ્વસનીય અને સ્વચ્છતા ધરાવતા સ્થળોએથી જ ખાદ્યપદાર્થો લેવા.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર