રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
મહેસાણા30 જાન્યુઆરી, 2026| Super Admin

મહેસાણાના નુગર અને ઊંઝા રોડ પરથી ગેરકાયદે રેતી ભરી જતાં પાંચ ડમ્પર ઝડપાયા : દોઢ કરોડના મુદ્દામાલ જપ્ત કર્યો

મહેસાણાના નુગર અને ઊંઝા રોડ પરથી ગેરકાયદે રેતી ભરી જતાં પાંચ ડમ્પર ઝડપાયા : દોઢ કરોડના મુદ્દામાલ જપ્ત કર્યો
મહેસાણા શહેરના સીમાડા પરના નુગર સર્કલ પાસેથી ખાણ ખનીજ વિભાગે ગેરકાયદે રેતી ચોરી જતાં ત્રણ ડમ્પર ઝડપી લીધાં હતા. તેવી જ રીતે ઊંઝા રોડ પરથી અનધિકૃત રેતી ખનિજ ભરી જતાં બે ડમ્પર ગાડી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. આશરે દોઢેક કરોડ રૂપિયાના મુદ્દામાલને જપ્ત કરી ખનિજ અધિકારીઓએ ત્રણ વાહન માલિકો પાસેથી અંદાજીત બે લાખ રૂપિયાના દંડની વસૂલાત કરી ત્રણે ડમ્પર છોડી મૂક્યા હતા. મહેસાણા શહેરના છેવાડા પર આવેલાં નુગર સર્કલ નજીક સ્થાનિક ભૂસ્તર અધિકારીઓ પેટ્રોલિંગ કરી રહ્યાં હતા. તે દરમિયાન રોયલ્ટી પરમીટ વગર સાદી રેતી ભરી જતાં ત્રણ ડમ્પરને ઝડપી પાડી નજીકના સ્ટોક યાર્ડમાં મુકાવી દીધાં હતા. જેમાં એક ડમ્પરમાં રોયલ્ટી પરમીટ વગર રેતી ખનિજ અને બે ડમ્પરમાં ઓવરલોડ રેતીનો જથ્થો ભર્યો હોવાનું માલુમ પડ્યું હતું. જેથી ત્રણેય ડમ્પર ગાડીને સ્ટોક યાર્ડ ખાતે મુકાવી દઈ તેના વાહન માલિકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. બે લાખ રૂપિયાના દંડની વસૂલાત કરી ત્રણે ડમ્પર છોડી મૂક્યા દંડ ફટકારી તેની ઓનલાઈન રિકવરી આકી ભૂસ્તર ટીમે આશરે દોઢેક કરોડનો મુદ્દામાલ કબજે લઈ ઓવરલોડ રેતી ભરેલાં બે ડમ્પરના માલિકો પાસેથી રૂ.1.38 લાખનો દંડ વસૂલી બંને વાહનોને મુક્ત કર્યા હતા. જ્યારે ઊંઝા ખાતેથી રોયલ્ટી પરમીટ વગર અને ઓવરલોડ મળી બે ડમ્પરને પકડી પાડી સ્થાનિક સ્ટોક યાર્ડ ખાતે મુકાવી દીધાં હતા. જેમાંના રોયલ્ટી વગરના ઓવરલોડ રેતી ભરેલાં ડમ્પર માલિકને રૂ. 64,569ના દંડની રીકવરી કરી એક ગાડીને છોડી મૂકી હતી. આમ ઊંઝા અને મહેસાણાના નુગર પાસેથી દંડની વસુલાત કરી ત્રણ વાહનોને છોડી મુકવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું હતું.    

સંબંધિત સમાચાર