306 શાળાઓના ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ પરીક્ષા આવશે
પાટણ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તા.22ઓક્ટોબરથી પ્રથમ સત્રની પરીક્ષાઓનો પ્રારંભ થશે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ 22 ઓક્ટોબરથી 3 નવેમ્બર દરમિયાન ધોરણ 9 થી 12 ની પરીક્ષાઓનું આયોજન કર્યું છે.આ પરીક્ષાઓ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં લેવાશે. જિલ્લાની લગભગ 306 શાળાઓમાં હજારો વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. શિક્ષણ તંત્ર અને શાળાઓ દ્વારા પરીક્ષાની તૈયારીઓ પૂરી કરી દેવાઈ છે.
પરીક્ષાના સુચારુ સંચાલન માટે બેઠક વ્યવસ્થા અને પ્રશ્નપત્રો સહિતની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. તા.3 નવેમ્બરે પરીક્ષાઓ પૂરી થયા બાદ 5 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી એટલે કે 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે.





