રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણમાં કોંગ્રેસનો ઉગ્ર વિરોધ: 'વોટ ચોર ગાદી છોડો'ના નારા સાથે ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ

પાટણમાં કોંગ્રેસનો ઉગ્ર વિરોધ: 'વોટ ચોર ગાદી છોડો'ના નારા સાથે ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ

કલેક્ટર કચેરી બહાર દેખાવો અને ચક્કાજામ કરતાં પોલીસે કાર્યકતૉઓની ટીંગાટોળી સાથે અટકાયત કરી 

પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મતદાર યાદી, SIR પ્રક્રિયા અને ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અંગે ઊભા થયેલા પ્રશ્નોના વિરોધમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે સોમવારે પાટણના ટી.બી. ત્રણ રસ્તા ખાતેથી રેલી કાઢીને કાર્યકરો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. કલેક્ટર કચેરી બહાર કાર્યકરોએ "વોટ ચોર ગાદી છોડ", "હાય રે ચૂંટણી પંચ હાય હાય" અને "હાય રે મોદી હાય હાય" ના નારા લગાવી સૂત્રોચ્ચાર કર્યા હતા અને છાજિયા લઈને વિરોધ નોંધાવ્યો હતો.

આ દરમિયાન કેટલાક કાર્યકરોએ વડાપ્રધાનના માસ્ક પહેરીને રમુજ સાથે જૂતા અને થપ્પડ મારી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. કલેક્ટર કચેરી બહાર કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરવામાં આવતા પરિસ્થિતિને ધ્યાને લઈ પોલીસે કોંગ્રેસના કાર્યકરોની ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે, ભારતના બંધારણમાં ચૂંટણી પંચ અને ન્યાયતંત્રને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે અને તેના પર કોઈનું દબાણ હોઈ શકે નહીં. પરંતુ છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં રાજ્ય કે કેન્દ્રનું ચૂંટણી પંચ વેચાઈ ગયું છે અને માત્ર ભાજપના ઇશારે કામ કરી રહ્યું છે.જે મુખ્ય ચૂંટણી કમિશનર સાથેના બે સાથી કમિશનરોએ પણ આ વાત સ્વીકારી છે.
લોકશાહીને શરમાવે તે રીતે લોકોને મળેલો બંધારણીય મતનો અધિકાર તોડવાનું અને છીનવવાનું કામ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યું છે. જો આગામી સમયમાં ચૂંટણી પંચ સ્વતંત્ર રીતે કામ નહીં કરે અને ભાજપના ઇશારે લોકોના મત ચોરવાનું ચાલુ રાખશે તો કોંગ્રેસ દેશભરમાં ઉગ્ર આંદોલન કરશે.આ વિરોધ પ્રદર્શનમાં મહિલા કોંગ્રેસ, NSUI, યુથ કોંગ્રેસ અને જિલ્લાના કોંગ્રેસ પરિવારના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિતની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી.કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો આ પ્રક્રિયામાં સુધારો નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આનાથી પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર