રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ખેડૂતોને આપ્યો સધિયારો, પણ કલેક્ટર પોતે જ ગેરહાજર: નાનીચંદુર ગામના ખેડૂતોમાં રોષ

ખેડૂતોને આપ્યો સધિયારો, પણ કલેક્ટર પોતે જ ગેરહાજર: નાનીચંદુર ગામના ખેડૂતોમાં રોષ

૬૬ કે.વી.નાની ચંદુર સબ સ્ટેશનને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો આપવા માટે ૨૨૦ કે.વી.મુજપુર સબસ્ટેશન થી ૬૬ કે.વી.નાની ચંદુર સ્વીચયાડ સુધી વીજ લાઈન પ્રસ્થાપિત કરવાની કામગીરીને લઈને પંથકના ખેડૂતો દ્વારા કરાયેલ વિરોધ બાબતે મંગળવારના રોજ ખેડૂતોને રૂબરૂ સાંભળવા માટે પાટણ કલેકટર કચેરી ખાતે બપોરે ૨-૦૦ કલાકે હાજર રહેવા નોટિસ પાઠવવામાં આવી હતી. 

જે નોટિસને પગલે મંગળવારે ૪૫ થી ૫૦ જેટલા ખેડૂતો ખાનગી વાહનો મારફતે ૪૦ થી વધુ ડીગ્રી ગરમી હોવા છતાં પાટણ કલેકટર કચેરી ખાતે હાજર થયા હતા.પરંતુ ખેડૂતોને રૂબરૂ સાંભળવા બોલાવનાર ખુદ કલેકટર કે જેટકો કંપનીના અધિકારીઓ જ હાજર ન રહેતા ખેડૂતોમા નારાજગી સાથે રોષ જોવા મળ્યો હતો. આ બાબતે ખેડૂતોએ જેટકો કંપનીના જવાબદાર અધિકારી સાથે ટેલિફોનીક વાત ચીત કરતાં તેઓએ પણ કલેકટર હાજર ન હોવાનું જણાવી પોતે શું કરે તેવો ઉડાવ જવાબ આપ્યો હતો. શંખેશ્વર તાલુકાના મોટીચંદુર ગામના ખેડુત ખાતેદારોને રૂબરૂ સાંભળવા અને સુનાવણી માટે કલેકટર કચેરી ખાતે રૂબરૂ બોલાવી અધિકારીઓ જ હાજર ન રહેતા ખેડૂતોની અધિકારીઓએ મજાક ઉડાવી હોય ખેડૂતોમા નારાજગી સાથે રોષ જોવા મળ્યો હતો.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#patan#farmers

સંબંધિત સમાચાર