રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ21 જુલાઈ, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

સમીના મહમદપુરામાંથી ડીગ્રી વગરના બોગસ ડોક્ટર ઝડપી લેવાયો

સમીના મહમદપુરામાંથી ડીગ્રી વગરના બોગસ ડોક્ટર ઝડપી લેવાયો

લાયકાત વિના ક્લિનિક ચલાવનાર શખસ સામે ગુનો નોંધાયો

દવાઓ, ઈન્જેક્શનો અને તબીબી સાધનો જપ્ત કરાયા

સમી તાલુકાના મહમદપુરા (બાસપા) ગામેથી પાટણ એસ.ઓ.જી. શાખાએ એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. આ ડોક્ટર કોઈ પણ પ્રકારની મેડિકલ ડિગ્રી કે લાયકાત વિના ગેરકાયદેસર તબીબી પ્રેક્ટિસ કરતો હતો.

સમી પોલીસ સ્ટેશન વિસ્તારના મહમદપુરા ગામે તપાસ દરમિયાન કાનુ ઉર્ફે નટુજી રામાજી રેવાજી ઠાકોર (ઉં.વ. 42, રહે. મહમદપુરા, તા.સમી) ક્લિનિક ચલાવતો હોવાનું સામે આવ્યું હતું. તેની પાસે માન્ય મેડિકલ સર્ટિફિકેટ કે ડિગ્રી ન હોવા છતાં તે ડોક્ટર હોવાનો ઢોંગ કરતો હતો. કાનુ ઠાકોર બીમાર લોકોને તપાસીને એલોપેથિક દવાઓ તથા ઈન્જેક્શનો આપતો હતો. આ રીતે તે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો. પોલીસે ઘટના સ્થળેથી એલોપેથિક દવાઓ, ઈન્જેક્શનો અને તબીબી સાધનો સહિત કુલ રૂ. 8,316.70 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે સમી પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 319(2) તથા ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ, 1963ની કલમ 30 મુજબ ગુનો નોંધીને  કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર