નવરાત્રી મહોત્સવ આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જેના નામે વિશ્ર્વ ભરમાં ગરબા રમાય છે તેવી માં અંબાના મુળ સ્થાન શક્તિપીઠ અંબાજી ખાતે નવરાત્રી મહોત્સવને લઈ તૈયારીઓ શરુ કરી દેવાઈ છે.આગામી તારીખ 11 ઓક્ટોબરથી માં અંબાનો ચાચર ચોક ખૈલેયાઓથી ઉભરાશે. નવરાત્રીના પ્રથમ દિવસે નીજ મંદિરમાં ઘટ સ્થાપના કરી નવરાત્રીનો પ્રાંરંભ થનાર છે. જેમાં ઘટસ્થાપન આસો સુદ એકમ ને 11 ઓક્ટોબરે સોમવારના શુભ મૂહુર્તમાં સવારે 09.00 થી 10.30 કલાક સુધી કરવામાં આવશે.
જ્યારે દુર્ગાષ્ટમી અને આસોની પુનમના રોજ સવારની આરતી 6.00 કલાકે થશે અને વાવેલા જવેરાનુ ઉત્થાપન આઠમના રોજ કરાશે. જ્યારે નવરાત્રીથી અંબાજી મંદિરમાં પણ દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવેલ. જેમાં સવારે આરતી-7.30 થી 8.00,સવારે દર્શન – 8.00 થી 11.30 બપોરે દર્શન- 12.30 થી 4.15,સાંજે આરતી- 6.30 થી 7.00 જ્યારે સાંજે દર્શન 7.00 થી રાત્રીના 9.00 કલાક સુધી કરી શકાશે અને ત્યાર બાદ ચાચરચોકમા ગરબાનો કાર્યક્રમ શરુ થશે.તેમ દેવાંગભાઈ ઠાકર ( ભટ્ટજી મહારાજ, મંદિર )એ જણાવ્યું હતું.





