રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

બનાસકાંઠામાં ગ્રામીણ મહિલાઓના સર્વાંગી વિકાસ માટે "સશક્ત રામાણી" કાર્યક્રમ

બનાસકાંઠામાં ગ્રામીણ મહિલાઓના સર્વાંગી વિકાસ માટે "સશક્ત રામાણી" કાર્યક્રમ

ડિજીગાંવ ફાઉન્ડેશન દ્વારા પાલનપુર તાલુકાના ચિત્રાસણી ખાતે આવેલી બાલારામ સઘન ક્ષેત્ર સમિતી શાળામાં "સશક્ત રામાણી" કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ગ્રામીણ મહિલાઓના સર્વાંગી વિકાસ માટેનું એક મહત્વનું પગલું છે. કચ્છ રેલ્વે કંપનીના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં માસિક સ્વચ્છતા, આયર્નની ઉણપ, માનસિક સ્વાસ્થ્ય જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ લાભાર્થીઓને સેનિટરી પેડ્સ અને મલ્ટી વિટામિન્સનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ચિત્રાસણીના સરપંચ રાજીબેન અને ચેરમેન બારડ સહિત સ્ટાફગણ અને કુલ ૧૦૧૦ વિદ્યાર્થીનીઓ તેમજ ગામની મહિલાઓ ઉપસ્થિત રહી હતી. ડિજીગાંવ ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મોનિષા દાસે જણાવ્યું હતું કે, "સશક્ત રામાણી ગ્રામીણ મહિલાઓને સશક્ત બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને સમૃદ્ધ બનાવે છે. અમને સકારાત્મક પરિવર્તન લાવવા માટે કચ્છ રેલ્વે કંપની સાથે ભાગીદારી કરવામાં ગર્વ છે." આ પહેલા ફાઉન્ડેશન દ્વારા પાલનપુર અને વડગામની શાળાઓમાં પણ આ પ્રકારના કાર્યક્રમો યોજાયા હતા. આગામી દિવસોમાં પણ વિવિધ ગામો અને શાળાઓમાં આવા જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવશે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર