રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ચૂંટણી ગરમાઈ: મહેસાણા મગુના જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર પર હુમલો થતા ચકચાર

ચૂંટણી ગરમાઈ: મહેસાણા મગુના જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર પર હુમલો થતા ચકચાર

હાર ના ડરે કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા હુમલો કર્યાની શંકા

મહેસાણામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગરમાવો વધતો હોય તેમ જોવા મળી રહ્યું છે ત્યારે ગત રાત્રીએ  મગુના જિલ્લા પંચાયત બેઠકના ભાજપી ઉમેદવાર નરેશ પટેલના કાફલા અજાણ્યા લોકોએ પથ્થરમારો કરતાં હોબાળો મચી ગયો છે. કોઈ અગમ્ય કારણસર કરવામાં આવેલા હુમલામાં ભાજપના કાર્યકર પંકજ પટેલને માથાના ભાગે ઈજાઓ થતા તાત્કાલિક સારવાર માટે મહેસાણા લાયન્સ હોસ્પિટલમાં  ખસેડવામાં આવ્યા હતાં.

 જ્યારે આ હુમલામાં કાફલા સાથે લઈને નીકળેલી બે ગાડીઓના કાચ ફોડી દેવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ સાંથલ પોલીસ દ્વારા અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ ફરિયાદ તેમજ હોસ્પિટલમાં દાખલ કાર્યકર પંકજ પટેલે જણાવ્યું હતું કે ચૂંટણીની પ્રચાર અને જાહેરસભા પુરી કરી રામનગરથી મગુના તરફ જઈ રહ્યા હતા. ત્યાં નજીકમાં આવેલી ડેરીની સામે અંધારાનો લાભ લઈ અજાણ્યા લોકોએ તેમની ગાડી પર અચાનક જ પથ્થરમારો ચાલુ કરો દીધો હતો. ખૂબ જ નજીકથી ઘા કરવામાં આવેલો પથ્થર કાચ તોડી સીધો જ અંદર આવી જતાં જમણી આંખની ઉપરના ભાગે વાગતાં ચહેરો લોહી લોહાણ થઈ ગયો હતો. તેમની પાછળ આવતી અન્ય એક ગાડી પર પણ પથ્થરથી હુમલો કરવામાં આવતાં ગાડીને મોટાપાયે નુકશાન થયું હતું.

હીંચકારા હુમલા બાબતે કોંગ્રેસના કાર્યકરોનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરી છે. કોંગ્રેસના કાર્યકર્તાઓએ હારના ડરે હુમલો કર્યો હોય તેવું નરેશ પટેલ જણાવ્યું હતું. જ્યારે મગુના સીટના ભાજપના ઉમેદવાર નરેશ પટેલે જણાવ્યું હતું કે, ભાજપની જીત નિશ્ચિત જણાતા કોંગ્રેસના લોકોએ હતાશામાં આવીને આ હુમલો કર્યો હોઈ શકે છે. આમ મહેસાણા જિલ્લાની મગુના જિલ્લા પંચાયત બેઠકના ભાજપી ઉમેદવાર નરેશ પટેલ અને તેમની ટીમના અન્ય કાર્યકર્તાઓ પર હીંચકારો હુમલો કરવામાં આવતા રાજકીય પક્ષોમાં તંગદિલી જોવા મળી હતી.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#mehsana#2026 elections

સંબંધિત સમાચાર