રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા6 ઑક્ટોબર, 2025| Super Admin

બનાસ ડેરીની એક માત્ર દાંતા બેઠક પર કસોક્સનો ચૂંટણી જંગ જામ્યો

બનાસ ડેરીની એક માત્ર દાંતા બેઠક પર કસોક્સનો ચૂંટણી જંગ જામ્યો
સહકાર સામે સંગઠનના પ્રતિષ્ઠા ભર્યા જંગ ઉપર સમગ્ર ગુજરાત વાસીઓની નજર એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના નિયામક મંડળની કુલ 16 બેઠકોમાંની 15 બેઠકો બિનહરીફ થઈ ગઈ છે.પણ એક જ બેઠક દાંતા વિભાગમાં બે બળિયા ઉમેદવારો વચ્ચે રસાક્સીભર્યો ચૂંટણી જંગ જામ્યો છે. જેના પર સમગ્ર ગુજરાત વાસીઓની નજર મંડરાઈ છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોની જીવાદોરી બનાસ ડેરીએ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીના કુશળ વહીવટ, નેતૃત્વ અને દૂરંદેશીને લઈ વિકાસની હરણફાળ ભરી છે. તેથી ગત ટર્મમાં સમગ્ર નિયામક મંડળ બિનહરીફ થયું હતું.જેના પગલે આ વખતે પણ ડેરીની ચૂંટણી જાહેર થતા હર કોઈને ચૂંટણી બિનહરીફ થવાની આશા હતી પરંતુ નિયામક મંડળના 16 ડિરેકટર પૈકી 15 ડિરેક્ટર બિનહરીફ થયા બાદ એક માત્ર દાંતા વિભાગની બેઠક પર મડાગાંઠ પડી હતી. જેમાં ભાજપે અમરતજી ઠાકોરને મેન્ડેટ આપતા જ વર્તમાન ડિરેક્ટર દિલીપસિંહ બારડની નારાજગી ચરમસીમા વટાવી ગઈ હતી.જેમને મનાવવા મેરેથોન મથામણ છતાં ભાજપ ધુરંધરોનો પનો ટૂંકો પડ્યો હતો.જેથી એક માત્ર દાંતા બેઠક ઉપર રસક્સીભરી ચૂંટણી યોજાઈ રહી છે. વર્તમાન ડિરેકટર દિલીપસિંહ બારડ, જેઓ દાંતા વિસ્તારની સહકાર રાજનીતિમાં મજબૂત પકકડ ધરાવે છે.અને સામે ભાજપના મજબૂત સંગઠનાત્મક સહારો ધરાવતા અમરતજી ઠાકોર વચ્ચે પ્રતિષ્ઠાનો ચૂંટણી જંગ જામ્યો છે.હવે આ મુકાબલો માત્ર બે ઉમેદવારો વચ્ચેનો નથી રહ્યો પરંતુ "સહકાર સામે સંગઠન" નો રસપ્રદ મુકાબલો બની ગયો છે. જેના પર સમગ્ર ગુજરાત વાસીઓની નજર મંડરાઈ છે.આ બેઠક પર દરેક મતદારોનો મત કિંમતી અને નિર્ણાયક બની ગયો છે. જેથી બન્ને ઉમેદવાર અને તેમના સમર્થકો મતદારોને મનાવવા ભરચક પ્રયાસો સાથે સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી રહ્યા છે. તેથી ચૂંટણીને લઈ સસ્પેન્સ, સરપ્રાઇઝ સાથે રસાકસી ચરમસીમા વટાવી ગઈ છે.  85 મંડળીના 85 મતદારો ઉમેદવારનું ભાવી નક્કી કરશે દાંતા બેઠકની ચૂંટણીમાં આગામી 10 મી ઓક્ટોબરે મતદાન યોજાશે.જ્યારે 11મી ઓક્ટોબરે પરિણામ જાહેર થશે.જેમાં દાંતા બેઠકની 85 મંડળીઓના 85 મતદારો હવે બનાસ ડેરીના ડિરેક્ટર નક્કી કરશે.જેથી બન્ને ઉમેદવારો અને તેમના સમર્થકો એક એક મતદારને મનાવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે.    

સંબંધિત સમાચાર