રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા14 સપ્ટેમ્બર, 2026| Super Admin

ડીસા-પાલનપુર હાઇવે પર આઇશર ટ્રકે એક્ટિવાને અડફેટે લેતાં વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ

ડીસા-પાલનપુર હાઇવે પર આઇશર ટ્રકે એક્ટિવાને અડફેટે લેતાં વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ

ચાલક વાહન મૂકી ફરાર,ગુનો દાખલ

ડીસા-પાલનપુર હાઇવે સર્વિસ રોડ પર હીંગળાજ હોટલ સામે એક માર્ગ અકસ્માતનો બનાવ બનવા પામ્યો છે. જેમાં પુરઝડપે અને નિષ્કાળજીપૂર્વક આવતી આઇશર ગાડીએ એક ચાર્જિંગ એક્ટિવાને જોરદાર ટક્કર મારતાં એક્ટિવા ચાલક વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે.

​મળતી માહિતી મુજબ, ડીસાની વેદાંત સોસાયટીમાં રહેતા અને રેડીમેડ હોજીયરીનો વેપાર કરતા પરિવારના પિતા રામાભાઈ પાનાચંદ સોલંકી (રહે. ડીસા) ગઇકાલે તા. ૧૩/૦૯/૨૦૨૬ ના રોજ સાંજના આશરે ૦૪:૩૦ વાગ્યાના સુમારે પોતાનું ઇલેક્ટ્રિક એક્ટિવા લઇને હાઇવે સર્વિસ રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન હીંગળાજ હોટલ સામે આઇશર ગાડી નંબર જીજે 02 ઝેડ 2378 ના ચાલકે પોતાની ગાડી પુરઝડપે અને બેદરકારીપૂર્વક હંકારી એક્ટિવાને આગળના ભાગે ટક્કર મારી હતી. ​આ અકસ્માતમાં રામાભાઈ સોલંકીને માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતાં તેઓ બેભાન થઇ ગયા હતા. અકસ્માત સર્જી આઇશર ગાડીનો ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે મૂકીને નાસી છૂટ્યો હતો.

​ઈજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક સ્થાનિકો દ્વારા સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની સ્થિતિ ગંભીર જણાતાં અને માથામાં હેમરેજ થયું હોવાથી વધુ સારવાર અર્થે ડીસાની ઇસ્કોન આઇ.સી.યુ. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરો દ્વારા તેમનું ઓપરેશન કરવામાં આવ્યું છે. અને હાલ તેઓ આઇ.સી.યુ.માં સારવાર હેઠળ છે. ​આ બનાવ અંગે ઈજાગ્રસ્તના પુત્રએ ડીસા પોલીસ સ્ટેશનમાં આઇશર ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવતાં પોલીસે ફરાર ડ્રાઇવર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે.

ટેગ્સ:#Deesa##RoadAccident

સંબંધિત સમાચાર