રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા7 ઑક્ટોબર, 2026| Super Admin

રાણપુરમાં દહેજની ભૂખ: 20 લાખ માંગતા યુવતીને સાસરિયાએ કાઢી મૂકી

રાણપુરમાં દહેજની ભૂખ: 20 લાખ માંગતા યુવતીને સાસરિયાએ કાઢી મૂકી

એન્જીનીયર પતિએ ઓફિસ બનાવવા પત્નીને પિયરમાંથી રૂપિયા લાવવા દબાણ કર્યું

 ડીસા તાલુકાના રાણપુર આથમણાવાસ ગામે રહેતા દલાથી ચતુરજી ઠાકોરની પુત્રી મિત્તલના લગ્ન તારીખ 24. 2. 2025 ના રોજ પાલનપુર તાજપુરા વીર કૃપા સોસાયટી ખાતે રહેતા હર્ષદ વિક્રમજી ઠાકોર સાથે થયા હતા. જોકે લગ્નમાં યુવતીના પિતાએ દહેજમાં લાખો રૂપિયાનું સોનું સહિત તમામ ઘરવખરી સામાન અને એસી, ફ્રીજ, ઘરઘંટી સાથેનો તમામ સામાન આપ્યો હતો. પણ યુવતીના લગ્ન થયા બાદ પાલનપુરમાં તેના સાસરિયાંઓ થોડા દિવસ સુધી સારી રીતે રાખેલ અને બાદમાં પતિ જે પાલનપુર ખાતે એન્જિનિયરિંગનો વ્યવસાય કરે છે અને તેઓને ઓફિસ બનાવવા માટે આ યુવતીને તેના પિતા પાસેથી રૂપિયા 20 લાખ લાવવા માટેની માગણી કરેલી હતી.

 અને યુવતીના પતિ તેમજ તેની સાસુ સુમિત્રા વિક્રમજી ઠાકોર બંનેએ યુવતીને પૈસા માટે સતત શારીરિક માનસિક ત્રાસ આપતા હતા પરંતુ આ યુવતી મિત્તલ પોતાનો સંસાર ન તૂટે તે માટે સહન કરી રાખેલ પરંતુ બાદમાં  આ મિત્તલના સાસુએ તેના પિતા દલાજી ઠાકોરને કહેલ કે તમારે 20 લાખ રૂપિયા મારા દીકરાની ઓફિસ બનાવવા માટે આપવા પડશે. જો કે દલાજી ખેડૂત હોવાના કારણે આટલી રકમ આપી શકે તેવી સ્થિતિ ન હોઈ તેઓ મુંજવણમાં મુકાયા હતા.તેથી સાસરિયાએ મિતલને પાલનપુર તેમના ઘરેથી કાઢી મુકેલ જેથી તે પહેરેલ કપડે બસમાં બેસી રાણપુર તેના પિતાના ઘરે આવી હતી. જોકે મિતલને તેની સાસુએ કહેલ કે જો પૈસા નહીં આપે તો મારા દીકરાને મારી જ સોસાયટીમાં બીજી યુવતી આવવા તૈયાર છે. અને તેના પિતા દહેજ પણ આપવા તૈયાર છે જેથી તારી જરૂર નથી તેમ કહી ધમકી આપેલી. જેથી આખરે મિત્તલએ ડીસા તાલુકા પોલીસ મથકે તેના પતિ હર્ષદ વિક્રમજી ઠાકોર અને તેની સાસુ સુમિત્રા વિક્રમજી ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદની તપાસ હાલ ડીસા તાલુકા પોલીસ ચલાવી રહી છે.

સંબંધિત સમાચાર