રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસામાં ટ્રાફિક પોલીસની બેવડી નીતિ: સામાન્ય જનતા પર કાયદાનો કોરડો, જ્યારે ઓવરલોડ વાહનો અને વગદારો બેરોકટોક!

ડીસામાં ટ્રાફિક પોલીસની બેવડી નીતિ: સામાન્ય જનતા પર કાયદાનો કોરડો, જ્યારે ઓવરલોડ વાહનો અને વગદારો બેરોકટોક!

સ્થાનિક કોન્ટ્રાક્ટરો દ્વારા ટેન્ડર શરતો અને મેજિસ્ટ્રેટના જાહેરનામાના ઉડતા ધજાગરા: ઉચ્ચ અધિકારીઓ તટસ્થ તપાસ કરે તેવી લોકમાંગ

ડીસા શહેરમાં ચાલી રહેલા વિવિધ વિકાસકાર્યો વચ્ચે ટ્રાફિક પોલીસની શંકાસ્પદ અને પક્ષપાતી કામગીરી સામે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ અને આક્રોશ વ્યાપી ગયો છે. શહેરમાં સરકારી કામોના ટેન્ડર મેળવનાર કોન્ટ્રાક્ટરો ખુલ્લેઆમ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હોવા છતાં, પોલીસ પ્રશાસન મૌન સેવીને તમાશો જોઈ રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.​ સવાર પડતાં જ ડીસા શહેર ટ્રાફિક પોલીસ વિવિધ સર્કલો પર 'નિયમોના પાલન'ના નામે માત્ર સાધારણ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ચાલકોને રોકી દંડ વસૂલવા સક્રિય થઈ જાય છે. બીજી તરફ, જાહેર માર્ગો પર જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશો અનાદર કરી ખુલ્લી રેતી અને માટી ભરીને બેફામ દોડતા ઓવરલોડેડ વાહનો પોલીસને નજરે પડતા નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે કાયદાનો ડંડો માત્ર સામાન્ય પ્રજા પર જ ચલાવવામાં આવી રહ્યો છે. ​શહેરના મુખ્ય સર્કલો પરથી ક્ષમતા કરતાં વધુ પેસેન્જરો ભરીને જોખમી રીતે દોડતી ઈકો ગાડીઓ અને ઓટો રિક્ષાઓ સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. સામાન્ય નાગરિકોના જણાવ્યા અનુસાર, ટ્રાફિક પોલીસ માત્ર પોતાનો દંડનો 'ટાર્ગેટ' પૂરો કરવા માટે નિર્દોષ અને સામાન્ય વાહનચાલકોને જ હેરાન-પરેશાન કરી રહી છે.

​નિયમોનું પાલન કરાવતી પોલીસ પોતાના જ વિભાગના કે અન્ય સરકારી કર્મચારીઓ અને રાજકીય વગ ધરાવતા લોકો સામે પગલાં લેવામાં સાવ નિષ્ફળ નીવડી છે. ડીસાના માર્ગો પર આજે પણ શક્તિશાળી વાહનચાલકો, સરકારી અધિકારીઓ અને ખુદ પોલીસ કર્મચારીઓના વાહનો પર કાળા કાચ (બ્લેક ફિલ્મ) લગાવીને ખુલ્લેઆમ ફરતા જોઈ શકાય છે.​સામાન્ય જનતા માટે કાયદાનો કડક અમલ અને વગદારો માટે છૂટછાટ આપતી ડીસા ટ્રાફિક પોલીસની આ પક્ષપાતી નીતિ સામે શહેરીજનોમાં ભારે વિરોધનો સૂર ઉઠ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ બાબતે તાત્કાલિક તટસ્થ તપાસ કરી દોષિતો અને નિયમભંગ કરનારાઓ સામે ભેદભાવ વગર યોગ્ય કાર્યવાહી કરે તેવી અતિ સખત લોકમાંગ ઉઠી છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Banaskantha#Deesa

સંબંધિત સમાચાર