બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
રાજ્યભરમાં નકલીની ભરમાર વચ્ચે જિલ્લા એલસીબી પોલીસનો સપાટો : યુરિયા લિકવિડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું

દિયોદરના ડુચકવાડામાંથી યુરિયા લિકવિડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
ખેડૂતના ખેતરમાંથી લિકવિડ બનાવવાના પ્લાન્ટનો પર્દાફાશ : રૂ.1.15 લાખનો મુદ્દામાલ જપ્ત: સરહદી બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ડુચકવાડા ગામમાંથી જિલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે યુરિયા લિકવિડ બનાવવાનું કૌભાંડ ઝડપી લઈ રૂ.1.15 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાજ્યભરમાં નકલી અને બનાવટીની ભરમાર વચ્ચે બનાસકાંઠા જિલ્લાના દિયોદરના ડુચકવાડા ગામમાંથી વાહનમાં વપરાતું યુરિયા લિક્વિડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું હતું. ડુચકવાડા ગામની સીમમાં ખેડૂતના ખેતરમાં ડુપ્લીકેટ લિક્વિડ બનાવવાની ફેક્ટરી ચાલતી હતી. જે અંગેની બાતમીના આધારે એલસીબી પોલીસે આકસ્મિક રેડ કરી હતી. જેમાં મોટા પ્રમાણમાં સબસીડી યુક્ત યુરિયા ખાતર તેમજ લિક્વિડ બનાવવાની સામગ્રી સહિતનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો.એલસીબી પોલીસના સપાટાને લઈ જિલ્લા ભરમાં ચકચાર મચી છે.
પોલીસ દ્વારા શકમંદોની પૂછપરછ: એલસીબી પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ખેડૂતે યુરિયા લિકવિડ બનાવવાનો પ્લાન્ટ ઊભો કર્યો હતો. જે જમીન ભાડા પટ્ટે અન્ય વ્યક્તિઓને આપી હતી. આ મામલે પોલીસે અંદાજે 1 લાખ 15 હજાર રૂપિયાનો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. ખેડૂત માલિક તેમજ ભાડા પટ્ટે આપનાર શખ્સોની પણ પોલીસ પ્રાથમિક પૂછપરછ કરશે. આ મામલે સબસીડી યુક્ત ખાતર ક્યાંથી લવાતું હતું અને ડુપ્લીકેટ લિક્વિડ ક્યાં વેચાતું હતું ? સમગ્ર બાબતોની તપાસ કરાશે. પોલીસે દિયોદરના ડુચકવાડા ગામમાં ખેતરમાં બનાવેલ ફેક્ટરી સઘન તપાસ કરી શકમંદોની વધુ પૂછપરછ હાથ ધરી છે.
Google પર રખેવાળને પસંદ કરોસંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
32 મિનિટ પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
23 કલાક પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
23 કલાક પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
2 દિવસ પહેલા
