રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા10 જુલાઈ, 2026| Super Admin

ડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્ન

ડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્ન

વિકાસ કાર્યોને મળી બહુમતીથી મંજૂરી

માર્ચ ૨૦૨૬માં યોજાયેલી ડીસા નગરપાલિકાની ચૂંટણી બાદ અસ્તિત્વમાં આવેલી નવીન બોડીની પ્રથમ સાધારણ સભા આજે પાલિકાના સભાખંડમાં ઉત્સાહભર્યા વાતાવરણમાં યોજાઈ હતી. પાલિકા પ્રમુખ શ્રી કૌશિકભાઈ સાધુના અધ્યક્ષસ્થાને મળેલી આ પ્રથમ સભામાં આગામી સમયમાં થનારા વિકાસના વિવિધ કાર્યોને બહુમતીથી મંજૂરી આપવામાં આવી હતી. કોઈ પણ પ્રકારના વિવાદ વિના એકદમ ટૂંકા ગાળામાં સભાની કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગઈ હતી.

123.jpg 152.44 KB
નવા સદસ્યોમાં જોવા મળ્યો ભારે ઉત્સાહ​ચૂંટણી બાદ મોટી સંખ્યામાં ચૂંટાઈ આવેલા પાલિકાના નવીન સદસ્યો આજે પ્રથમવાર સાધારણ સભામાં ભાગ લેવા માટે પહોંચ્યા ત્યારે તેઓમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. સભાની શરૂઆત નિયમ મુજબ 'વંદે માતરમ્' ના ગાન સાથે દેશભક્તિના માહોલમાં કરવામાં આવી હતી.

​૪૪માંથી ૩૭ સભ્યોની જંગી બહુમતી ધરાવતી ડીસા નગરપાલિકાની આ સભામાં અધ્યક્ષસ્થાનેથી એક પછી એક વિકાસલક્ષી એજન્ડા રજૂ કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત તમામ સદસ્યોએ શહેરના હિતમાં એકસૂરે આ એજન્ડાઓને બહુમતીથી પસાર કરી દીધા હતા. કોઈ પણ વિરોધ કે વિવાદ વિના તમામ કામો મંજૂર થઈ જતાં ગણતરીની મિનિટોમાં જ સભાની કાર્યવાહી આટોપી લેવાઈ હતી સાધારણ સભા પૂર્ણ થયા બાદ મીડિયા સાથેની વાતચીતમાં પાલિકા પ્રમુખ કૌશિકભાઈ સાધુએ જણાવ્યું હતું કે, નવીન બોડી ડીસા શહેરના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે. આજની પ્રથમ સભામાં જ તમામ સદસ્યોના સહયોગથી વિકાસ કાર્યોને બહુમતીથી બહાલી મળી છે, જે આગામી સમયમાં ડીસા શહેરના વિકાસને નવી ગતિ આપશે.

સંબંધિત સમાચાર