રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા30 જુલાઈ, 2026| Super Admin

ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર

ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર

ડીસાની બીજી એડિશનલ સેશન્સ કોર્ટના સેશન્સ જજ શ્રી અંદલીપ તિવારી સાહેબે અપહરણ, બળાત્કાર અને પોક્સો  કાયદા હેઠળના ગંભીર કેસમાં એક મહત્વપૂર્ણ અને દાખલારૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે ૧૬ વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી બળાત્કાર ગુજારવાના ગુનામાં આરોપી સોયબભાઈ સુમારભાઈ સિન્ધી (રહે. વિરમપુર, તા. અમીરગઢ)ને ૨૦ (વીસ) વર્ષની સખત કેદની સજા અને રૂ. ૧૦,૦૦૦/- નો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત, પીડિતાને રૂ. ૫,૦૦૦,૦૦/- (અંકે રૂપિયા પાંચ લાખ) નું વળતર ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.સમગ્ર બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપીએ ફરિયાદી અને ભોગ બનનાર ૧૬ વર્ષની સગીરાને  લલચાવી-ફોસલાવી, લગ્ન કરવાની લાલચ આપી તેનું અપહરણ કર્યું હતું અને તેની મરજી વિરુદ્ધ અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં પોક્સો એકટ કલમ ૪, ૬ મુજબ ગુનો નોંધાયો હતો.

​તપાસ કરનાર અધિકારી પી આઈ એસ. એમ. પટણીએ કેસની યોગ્ય અને ચોક્કસ તપાસ કરી, આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવાઓ એકત્રિત કરીને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી, જેનો પોક્સો  તરીકે કેસ ચાલવા પર આવ્યો હતો. કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ શ્રી નિલમ એસ. બ્રહ્મભટ્ટે ધારદાર દલીલો રજૂ કરતા જણાવ્યું હતું કે, સ્ત્રીઓ અને બાળકીઓ પ્રત્યેના વધતા જતા અપહરણ અને બળાત્કાર જેવા ગંભીર ગુનાઓ અટકાવવા માટે સમાજમાં એક મજબૂત દાખલો બેસે તે જરૂરી છે. તેમણે રજૂ કરેલા પુરાવાઓના આધારે આરોપીને વધુમાં વધુ સજા કરવાની ભારપૂર્વક માંગણી કરી હતી.​નામદાર કોર્ટે સરકારી વકીલશ્રીની દલીલો અને પુરાવાઓને ધ્યાને રાખી આરોપી સોયબભાઈ સિન્ધીને ઈ.પી.કો. કલમ ૩૭૬(૨)(એન) તથા પોક્સો એક્ટની કલમ ૪ અને ૬ હેઠળ તકસીરવાન ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજા સંભળાવી હતી.​સમાજમાં ગુનાહિત પ્રકૃતિ ધરાવતા તત્વોમાં કાયદાનો ડર પેદા થાય અને ભવિષ્યમાં આવા ગંભીર ગુનાઓનું પુનરાવર્તન ન થાય તે હેતુથી નામદાર કોર્ટ દ્વારા આપવામાં આવેલો આ ચુકાદો ખૂબ જ આવકારદાયક અને મહત્વનો માનવામાં આવી રહ્યો છે.

ટેગ્સ:#Deesa

સંબંધિત સમાચાર