રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા31 ઑગસ્ટ, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ડીસા સિવિલ હોસ્પિટલ વાયરલ બીમારીના દર્દીઓથી ઉભરાઈ

ડીસા સિવિલ હોસ્પિટલ વાયરલ બીમારીના દર્દીઓથી ઉભરાઈ

રોજની 300થી વધુ OPD નોંધાઈ

ડીસા શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં હાલમાં ચાલી રહેલી ચોમાસાની ઋતુના કારણે વાયરલ અને મચ્છરજન્ય બીમારીઓમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. વાતાવરણમાં આવેલા પલટા અને વરસાદને પગલે ડીસા સિવિલ હોસ્પિટલમાં તાવ, શરદી અને ખાંસી જેવા રોગોના દર્દીઓનો ભારે ઓપારા (ઉધારો) જોવા મળી રહ્યો છે. હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે દરરોજ 300થી વધુ દર્દીઓ ઈલાજ માટે પહોંચી રહ્યા છે, જેના કારણે હોસ્પિટલ પરિસરમાં દર્દીઓની લાંબી લાઈનો દ્રશ્યમાન થઈ રહી છે.​ચોમાસાની ઋતુમાં પાણી ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને સાથે વાયરલ ઈન્ફેક્શન પણ ઝડપથી ફેલાઈ રહ્યું છે.

99.jpg 219.45 KB
સિવિલ હોસ્પિટલના કેસ બારીથી લઈને ડોક્ટરના કેબિન અને દવા વિતરણ કેન્દ્ર સુધી દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓની ભીડ જોવા મળી રહી છે.​આ મામલે સિવિલ હોસ્પિટલના તબીબો જણાવે છે કે, "હાલ વરસાદી ઋતુના કારણે વાતાવરણમાં ભેજ અને તાપમાનમાં ફેરફાર થવાથી તાવ, શરદી અને ખાંસી જેવા વાયરલ રોગોનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે. હોસ્પિટલ તંત્ર દ્વારા તમામ દર્દીઓને યોગ્ય સારવાર અને દવાઓ મળી રહે તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે."

તબીબો દ્વારા નાગરિકોને અપીલ

ઉકાળેલું અથવા શુદ્ધ પાણી પીવું.વાસી કે બહારનો ખુલ્લો ખોરાક ખાવાનું ટાળવું ​ઘરની આસપાસ પાણી ભરાવા ન દેવું જેથી મચ્છરનો ઉપદ્રવ અટકાવી શકાય.તાવ કે શરદીના લક્ષણો જણાય તો જાતે દવા લેવાના બદલે તાત્કાલિક નજીકના સરકારી દવાખાને અથવા ડોક્ટરનો સંપર્ક કરવો.

સંબંધિત સમાચાર