રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા11 જૂન, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મુંબઈમાં 3.60 કરોડના હીરાની ચોરી કરનાર ડીસાનો દિલીપગર પાલનપુરથી ઝડપાયો

મુંબઈમાં 3.60 કરોડના હીરાની ચોરી કરનાર ડીસાનો દિલીપગર પાલનપુરથી ઝડપાયો

બનાસકાંઠા પોલીસ અને ગુનાખોરી જગતમાંથી આ સમયના સૌથી મોટા અને સનસનાટીભર્યા બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કરોડો રૂપિયાના હીરાની ચોરી કરીને ફરાર થઈ ગયેલો માસ્ટર માઇન્ડ આખરે બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે LCB ના સકંજામાં આવી ગયો છે. મુંબઈના પોશ ગણાતા બાંદ્રા-કુર્લા વિસ્તારની એક લોજિસ્ટિક્સ કંપનીમાંથી આશરે રૂપિયા ૩ કરોડ ૬૦ લાખના ડાયમંડની ચોરી કરનાર મુખ્ય આરોપીને બનાસકાંઠા LCB એ પાલનપુર ખાતેથી દબોચી લીધો છે.

આ હાઇ-પ્રોફાઇલ ચોરીની વિગત એવી છે કે, શાતિર આરોપીએ લોજિસ્ટિક્સ કંપનીના માલિકનો અંધાપો ધૂંધ વિશ્વાસ જીત્યો હતો અને ત્યારબાદ તક જોઈને ૩.૬૦ કરોડના કિંમતી હીરાની ચોરી કરી રફુચક્કર થઈ ગયો હતો. ઘટનાને પગલે મુંબઈ પોલીસે ત્વરિત એક્શનમાં આવીને બનાસકાંઠા પોલીસનો સંપર્ક સાધ્યો હતો. મુંબઈ પોલીસ તરફથી ચોક્કસ ઇનપુટ્સ મળતા જ બનાસકાંઠા LCB ના પીઆઈ અને તેમની ટીમે પાલનપુર હાઈવે વિસ્તારમાં કડક નાકાબંધી કરીને વોચ ગોઠવી હતી અને ઓપરેશન પાર પાડીને માસ્ટર માઇન્ડને હાઇવે પરથી જ ઝડપી પાડ્યો હતો.

પોલીસ ગિરફતમાં આવેલા આ આરોપીની ઓળખ દિલીપગર બાબુગર ગૌસ્વામી તરીકે થઈ છે, જે મૂળ ડીસા તાલુકાના છત્રાલા ગામનો રહેવાસી છે અને હાલ મુંબઈના ભોલેશ્વર કબૂતરખાના વિસ્તારમાં રહેતો હતો. હાલમાં LCB એ આરોપીની અટકાયત કરીને તેને મુંબઈ પોલીસને સોંપવા માટેની કાયદેસરની તજવીજ હાથ ધરી દીધી છે. મુંબઈ પોલીસ અહીં આવીને આરોપીનો કબજો મેળવશે, ત્યારબાદ જ આ કરોડોના હીરા ક્યાં છુપાવ્યા છે તેનો મોટો ખુલાસો થશે.

ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર