રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા9 જુલાઈ, 2026| Super Admin

ડીસામાં ચૂંટણી તંત્રના છબરડાથી ડિજિટલ દાવાઓની ખુલી પોલ

ડીસામાં ચૂંટણી તંત્રના છબરડાથી ડિજિટલ દાવાઓની ખુલી પોલ

ઓળખ કાર્ડમાં યુવતીના ફોટાને બદલે અરજી ફોર્મ છાપી દીધું

બનાસકાંઠાના ડીસા શહેરમાં ચૂંટણી પંચના સ્થાનિક વહીવટી તંત્રની એક ઘોર બેદરકારી અને હાસ્યાસ્પદ છબરડો સામે આવ્યો છે. લોકશાહીના પર્વમાં મતદાર તરીકે જોડાવવા માટે ઉત્સાહિત એક યુવતીને તંત્રની લાપરવાહીના કારણે ભારે આશ્ચર્ય અને આઘાતનો સામનો કરવો પડ્યો છે. સરકારના ડિજિટલ ઇન્ડિયાના દાવાઓ વચ્ચે ચૂંટણી કાર્ડ જેવા અત્યંત મહત્વના સરકારી દસ્તાવેજમાં થયેલી આ મોટી ભૂલ હાલ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની છે.

​મળતી માહિતી મુજબ, ડીસાના એક પ્રતિષ્ઠિત તબીબની દીકરીએ નવું ચૂંટણી કાર્ડ (મતદાર ઓળખ કાર્ડ) બનાવવા માટે ઓનલાઈન નિયમબદ્ધ અરજી કરી હતી. અરજી સાથે જરૂરી તમામ પુરાવા અને પોતાનો પાસપોર્ટ સાઈઝનો ફોટો પણ અપલોડ કર્યો હતો. તંત્ર દ્વારા આ અરજી સ્વીકારીને પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી અને ચૂંટણી કાર્ડ ઈશ્યુ પણ કરી દેવાયું હતું.જ્યારે આ નવું ચૂંટણી કાર્ડ અરજદારના હાથમાં આવ્યું ત્યારે તેઓ ચોંકી ઉઠ્યા હતા. 

કાર્ડમાં જ્યાં મતદાતા યુવતીનો ફોટો હોવો જોઈતો હતો, ત્યાં ફોટાને બદલે ચૂંટણી કાર્ડ માટે ભરેલા અરજી ફોર્મનો આખેઆખો ફોટો જ છાપી દેવામાં આવ્યો હતો. ​ચૂંટણી કાર્ડ એ માત્ર મતદાન કરવા માટે જ નહીં, પરંતુ દેશના નાગરિક તરીકેની ઓળખનો એક અત્યંત સંવેદનશીલ અને સત્તાવાર દસ્તાવેજ છે. કાર્ડ પ્રિન્ટ થયા પછી સ્થાનિક કક્ષાએથી તેનું વિતરણ થાય ત્યાં સુધીમાં અનેક અધિકારીઓ અને કર્મચારીઓના હાથમાંથી આ પ્રક્રિયા પસાર થતી હોય છે. તેમ છતાં, આટલી મોટી અને નજરે વળગે તેવી ભૂલ કોઈના ધ્યાને ન આવી તે સ્થાનિક ચૂંટણી તંત્રની કામગીરી અને તેની ગંભીરતા સામે મોટા સવાલો ઉભા કરે છે.

​હાલમાં આ છબરડાવાળું ચૂંટણી કાર્ડ સોશિયલ મીડિયા અને સ્થાનિક લોકોમાં ભારે કુતૂહલ અને ચર્ચા જગાવી રહ્યું છે, ત્યારે પીડિત પરિવારે આ બાબતે જવાબદાર તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે અને વહેલી તકે સુધારેલું કાર્ડ આપવા માંગ કરી છે. હવે જોવાનું એ રહે છે કે આ ગંભીર ક્ષતિ બદલ જવાબદારો સામે કોઈ પગલાં લેવાય છે કે કેમ ? તે જોવું રહ્યું.

સંબંધિત સમાચાર