રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણની જ્વાલામુખી પોળમાં વિકાસ ખોરવાયો: રોડનું કામ અટકતાં સ્થાનિકો મુશ્કેલીમાં

પાટણની જ્વાલામુખી પોળમાં વિકાસ ખોરવાયો: રોડનું કામ અટકતાં સ્થાનિકો મુશ્કેલીમાં

સ્થાનિક કોર્પોરેટરે ચીફ ઓફિસરને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા પત્ર લખ્યો

પાટણ શહેરના વોર્ડ નંબર 8 માં આવેલી જ્વાલામુખીની પોળમાં નવીન રોડનું કામ છેલ્લા 10 દિવસથી અધૂરું છે. કોન્ટ્રાક્ટર દ્વારા રોડનું ખોદકામ કર્યા બાદ કામગીરી બંધ કરી દેવાતા સ્થાનિક રહીશોમાં રોષ વ્યાપ્યો છે. આ મામલે વોર્ડ નંબર 8 ના કોર્પોરેટર ભરત ભાટીયાએ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખને ઈમેઈલ તથા વોટ્સએપ દ્વારા રજૂઆત કરી તાત્કાલિક કામ શરૂ કરવાની માંગ કરી છે.

રોડ ખોદીને અધૂરો છોડી દેવાતા સિનિયર સિટીઝનો, મહિલાઓ અને બાળકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે.આ ઉપરાંત, રસ્તા પર ધૂળ-માટી ફેલાઈ જતાં વાહનચાલકો માટે અકસ્માતનો ભય પણ વધ્યો છે. કોર્પોરેટર ભાટીયાએ કોન્ટ્રાક્ટર અને કન્સલ્ટન્ટની આ નિષ્ક્રિયતાને ગંભીર ગણાવી છે, અને જણાવ્યું છે કે પાલિકાની દેખરેખ હેઠળના કામમાં થતી ઢીલાશ નાગરિકોની સુરક્ષા સાથે ચેડાં સમાન ગણાવી પોતાની રજૂઆતમાં જ્વાળામુખીની પોળમાં રોડનું કામ તાત્કાલિક શરૂ કરીને પૂર્ણ કરવાની માંગ કરી છે. તેમણે કામગીરીમાં વિલંબ માટે જવાબદાર કોન્ટ્રાક્ટર અને કન્સલ્ટન્ટ સામે યોગ્ય વહીવટી કાર્યવાહી કરવાની પણ માગ કરી હોવાનું જાણવા મળ્યું છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર