રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

રેસલિંગમાં ડીસાનું ગૌરવ: નેશનલ સ્તરે ચમક્યા સરયુનગર અને વિમળા વિદ્યાલયના વિદ્યાર્થીઓ

રેસલિંગમાં ડીસાનું ગૌરવ: નેશનલ સ્તરે ચમક્યા સરયુનગર અને વિમળા વિદ્યાલયના વિદ્યાર્થીઓ

હરિદ્વાર (ઉત્તરાખંડ) ના વંદના કટારિયા સ્પોર્ટ્સ સ્ટેડિયમ, રોશનાબાદ ખાતે તારીખ ૨૦-૦૮-૨૦૨૬ થી ૨૩-૦૮-૨૦૨૬ દરમિયાન યોજાયેલી પ્રતિષ્ઠિત 'નેશનલ ગ્રેપલિંગ (રેસલિંગ) ચેમ્પિયનશિપ - ૨૦૨૬' માં ડી.એલ.એસ.એસ. વિમળા વિદ્યાલય, ગઢ અને ડીસાની સરયુનગર પ્રાથમિક શાળાના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સમગ્ર વિસ્તારનું નામ રોશન કર્યું છે.​

આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભારતના અનેક રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં વયજૂથ અને વિવિધ ઇવેન્ટ્સ  અંતર્ગત રમાયેલી સ્પર્ધાઓમાં ખેલાડીઓએ પોતાની રમતગમતની ભાવના, કૌશલ્ય અને પ્રતિભાનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું.​આ સ્પર્ધામાં સરયુનગર પ્રાથમિક શાળાના પૂર્વ વિદ્યાર્થી અને શાળાના ગૌરવ એવા માનવ કાંતિલાલ સંદેશાએ અંડર-૧૧ કુસ્તી કેટેગરીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને ઝળહળતી સફળતા મેળવી છે.​માનવ સંદેશાની આ ઐતિહાસિક સિદ્ધિ બદલ સરયુનગર પ્રાથમિક શાળા પરિવાર તેમજ વિમળા વિદ્યાલય પરિવાર દ્વારા તેને હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી છે. શાળા પરિવારે ગૌરવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "માનવની આ સફળતા સમગ્ર શાળા પરિવાર માટે અભિમાનરૂપ છે અને તે આગામી સમયમાં પણ રમતગમત ક્ષેત્રે આવી જ રીતે ઉત્તરોત્તર પ્રગતિ કરીને દેશ અને રાજ્યનું નામ રોશન કરતો રહે તેવી શુભેચ્છાઓ."

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Deesa

સંબંધિત સમાચાર