રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા14 સપ્ટેમ્બર, 2026| Super Admin

દલવાડા હત્યાકાંડ: ભાઈએ જ લીધો ભાઈનો જાન, પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન

દલવાડા હત્યાકાંડ: ભાઈએ જ લીધો ભાઈનો જાન, પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન

મોટાભાઇની હત્યા કરનાર હત્યારો ભાઈ ઝડપાયો

પાલનપુર તાલુકાના દલવાડા ગામે નાનાભાઈએ જ મોટા ભાઈની હત્યા કરી હોવાની ચકચારી ઘટના સામે આવી હતી. જે કેસમાં ગઢ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી ને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

 મળતી માહિતી મુજબ, દલવાડા ગામે હીરાભાઈ ચેલાભાઈ ભુટકા અને તેમના મોટા ભાઈ રમેશભાઈ ભુટકા વચ્ચે ખેતરમાં કામ દરમિયાન કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા લઘુબંધુ હીરાભાઈએ ગુરુ બંધુ રમેશભાઈના માથા તથા ખભાના ભાગે લોખંડની વાંસીના ઘા મારતા હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત રમેશભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું મોત નીપજતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ખેતરમાં સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલો વિવાદ હત્યા સુધી પહોંચી જતાં દલવાડા ગામમાં અરેરાટી ફેલાઈ છે.

ફરાર આરોપી ઝડપાયો:ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન

બનાવ બાદ ગઢ પોલીસે તપાસ હાથ ધરી હત્યાના આરોપી હીરાભાઈ ચેલાભાઈ ભુટકાની અટકાયત કરી હતી. પોલીસે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ તેમજ હત્યા પાછળના ચોક્કસ કારણ સહિતના મુદ્દાઓને લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર