રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસામાં કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ સ્પા સંચાલક સામે ગુનો નોંધાયો

ડીસામાં કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ સ્પા સંચાલક સામે ગુનો નોંધાયો

બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સ્પા અને મસાજ પાર્લર અંગે બહાર પાડવામાં આવેલા જાહેરનામાના ભંગ બદલ ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

​મળતી માહિતી મુજબ, ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનના અ.પો.કો. દલપતભાઈ ભુરાભાઈ તથા એ.એસ.આઈ. કિરીટસિંહ ભૂપતસિંહ સહિતનો પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન પાલનપુર-ડીસા હાઇવે પર એક્સીલન્સી હોટલ પાસે આવેલ શોપિંગ સેન્ટરમાં પ્રથમ માળે આવેલ ‘ધ ગ્રાન્ડ ફેમિલી સ્પા’ ખાતે પંચોને સાથે રાખીને રેઇડ પાડવામાં આવી હતી. ​રેઇડ દરમિયાન સ્પાનું સંચાલન કરતા ટીનાભાઇ જેહાભાઈ પરમાર (ઉં.વ. ૩૦, રહે. નવા બસ સ્ટેન્ડ છાપરામાં, ડીસા) હાજર મળી આવ્યા હતા.જિલ્લા મેજિસ્ટ્રેટ બનાસકાંઠા, પાલનપુરના જાહેરનામા  અંતર્ગત મસાજ પાર્લર ચલાવનારે પોતાના ઓળખના પુરાવા (જેવા કે ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ વગેરે) તેમજ ત્યાં કામ કરતા કર્મચારીઓની સંપુર્ણ વિગતો સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાની રહે છે.

​પરંતુ સંચાલક ટીનાભાઇ પરમાર પાસે આ અંગેના જરૂરી તમામ દસ્તાવેજી કાગળો મળી આવ્યા ન હતા. અને જાહેરનામાનો ભંગ કરેલો જણાઈ આવ્યો હતો. આ અંગે પૂછપરછ કરતા તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા.​આથી પોલીસે કાયદેસરનું પંચનામું કરી, જાહેરનામાના ભંગ બદલ સંચાલક ટીનાભાઇ જેહાભાઈ પરમાર સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૨૨૩ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Deesa

સંબંધિત સમાચાર