રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા8 ઑક્ટોબર, 2026| Super Admin

અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટરની મનમાની સામે વિવાદ: નિર્ણયો સામે ઊઠતા સવાલો

અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટરની મનમાની સામે વિવાદ: નિર્ણયો સામે ઊઠતા સવાલો

જમીન માલિકો પાસેથી ઝડપી અને સસ્તામાં જગ્યા ખાલી કરાવા માટે કરાઈ રહ્યું છે... દબાણ 

 કોરિડોર યોજનામાં આવતી માલિકીની જગ્યા સસ્તામાં પડાવી લેવા માટે જમીન માલિકોને યેનકેન પ્રકારે કરાઈ રહી છે હેરાનગતિ

અંબાજી મંદિરના મુખ્ય શક્તિ દ્વારની સામે આવેલી માલિકીની જગ્યાઓ કે જે અંબાજીમાં ચાલી રહેલા કોરિડોર પ્રોજેક્ટમાં સંપાદનમાં આવે છે પરંતુ આ જગ્યાના માલિકો અને જમીન સંપાદન કરનાર એજન્સી વચ્ચે યોગ્ય વળતર બાબતે સહમતિ ના થતા મંદિર ટ્રસ્ટના વહીવટદારએ જગ્યાના માલિકોને પોતાની સત્તાનો દુરુપયોગ કરીને હેરાન કરીને દબાવ આપવાની ગંદી રાજનીતિ રમી રહ્યા છે.

 દુકાન માલિકોની દુકાનો આગળ મંદિર ટ્રસ્ટના વહીવટદાર દ્વારા પતરા લગાવી  દેવામાં આવ્યા છે. માલિકોની દુકાનો બંધ કરાવી દીધેલ છે. જેથી તેમની રોજીરોટી પર અસર પડી રહી છે. દુકાન માલિકોનો આક્ષેપ છે કે આ રોડ પર હજુ કોઈ કામ શરૂ ના થયું હોવા છતાં સુરક્ષાના નામે તેમની દુકાનો આગળ પતરાની આડાશો મૂકી તેમને જગ્યા આપી દેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે  અત્રે ઉલ્લેખનીય છે કે ફક્ત અને ફક્ત જે જગ્યા માટે જમીન સંપાદન એજન્સી સાથે સહમતિ બની નથી તે જગ્યા આગળ જ આ પ્રકારની પતરાની  આડાશો મૂકવામાં આવી છે. અને તે સિવાયની દુકાનો છે તેમના આગળ પતરાની આડશ ના મૂકી ખુલ્લું રાખવામાં આવી છે. 

61.jpg 270.92 KB
શક્તિદ્વાર આગળ આવેલા બંને રોડમાંથી એક બાજુ કામ ચાલુ છે. ત્યાં કામ ચાલુ હોવા છતાં કામ કરી રહેલી પીએસપી કંપની દ્વારા સુરક્ષાના નામે કોઈ પ્રકારના પતરા કે આડાશો મૂકવામાં આવેલ નથી કે જ્યાં બાજુમાં થી યાત્રિકો દર્શન કરવા માટે મંદિરમાં જાય છે પરંતુ તેની સામે કે જ્યાં કામ ચાલુ નથી ત્યાં જગ્યા માલિકો પર દબાણ આપવા માટે ખોટી રીતે પતરાની આડાશો ઊભી કરવામાં આવી છે. આ જ પ્રકારની ગંદી રાજનીતિ અંબાજીના એકાવન શક્તિપીઠ સર્કલની સામે આવેલા BSCC કોમ્પલેક્ષમાં પણ કરવામાં આવી છે. ત્યાં પણ દુકાનદારો પર જગ્યા આપી દેવા માટે દબાણ કરવા માટે તેમની દુકાન આગળ પણ પતરાની આડાશો મૂકવામાં આવી છે. અને ત્યાં હજી સુધી કોઈ પ્રકારનું કાર્ય શરૂ કરવામાં આવેલું નથી 

અંબાજી મંદિર અને અધિક કલેકટર પોતાના હોદ્દાની રૂએ સત્તાનો આ પ્રકારનો ખોટો દુરુપયોગ કરી અને જમીન માલિકોને ડરાવવાનો અને ખોટો દબાણ ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. એવું ચર્ચાય છે કે તેઓ જમીન માલિકો પર દબાણ કરી અને જમીન સંપાદન કરનાર એજન્સીને ફાયદો કરાવવાની કોશિશ કરી રહ્યા હોય એવું લાગે છે. આ બાબતે બનાસકાંઠા કલેક્ટર અને સરકાર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે અને સત્તાનો દુરુપયોગ થતો અટકાવવામાં આવે તેવી જમીન માલિકોની માંગણી છે રાજ્ય સરકાર દ્વારા જમીન માલિકોના હિતોનું  રક્ષણ કરવામાં આવે અને તેમને યોગ્ય વળતર આપવામાં આવે તેવી પણ જમીન માલિકોની માંગણી છે.

ટેગ્સ:#Ambaji

સંબંધિત સમાચાર