રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા22 ઑગસ્ટ, 2026| Super Admin

ડીસામાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કંપની અને ખેડૂતો સાથે રૂ. ૩૫.૭૬ લાખની છેતરપિંડી

ડીસામાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કંપની અને ખેડૂતો સાથે રૂ. ૩૫.૭૬ લાખની છેતરપિંડી

ફિલ્ડ સુપરવાઇઝર સામે ગુનો નોંધાયો

ડીસા ખાતે આવેલ ગ્રીનફે ફાર્મ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની અને ખેડૂતો સાથે વિશ્વાસઘાત કરી રૂ. ૩૫,૭૬,૮૯૧/- ની ઠગાઈ આચરવા બદલ  ફિલ્ડ સુપરવાઇઝર વિરૂદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવા પામી છે.

​બનાવની વિગત એવી છે કે, ડીસાના માઇલ સ્ટોન શોપીંગ સેન્ટર ખાતે હેડ ઓફિસ ધરાવતી અને ખેડૂતો સાથે બટાકાના કોન્ટ્રાક્ટ ફાર્મિંગ તેમજ પ્રોસેસિંગનો વ્યવસાય કરતી ગ્રીનફે ફાર્મ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ડાયરેક્ટર જગદિશકુમાર દેવચંદજી કચ્છવા (માળી) દ્વારા પોલીસ સમક્ષ નોંધાવેલ વિગતો મુજબ, સપ્ટેમ્બર-૨૦૨૪માં જયેશ નટુભાઈ વાળંદ (રહે. સીણોલ, તા. ધનસુરા, જી. અરવલ્લી) ને સાબરકાંઠા અને આજુબાજુના વિસ્તાર માટે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ડિપાર્ટમેન્ટમાં ફિલ્ડ સુપરવાઇઝર તરીકે નોકરીએ રાખવામાં આવ્યો હતો.

​સુપરવાઇઝર તરીકે જયેશ વાળંદની જવાબદારી ખેડૂતોને બટાકાનું બિયારણ પહોંચાડવા, કરાર (એગ્રીમેન્ટ) કરાવવા અને પાક તૈયાર થયે બટાકા કંપનીમાં જમા કરાવી બિલ આપવાની હતી. માહે ઓક્ટોબર/નવેમ્બર-૨૦૨૪ ની વાવેતરની સીઝન દરમિયાન આરોપી જયેશ વાળંદે કંપનીના ઓફિશિયલ લેટરપેડ પર કંપનીના બદલે પોતાનો મોબાઈલ નંબર લખી કંપની સાથે છેતરપિંડીની શરૂઆત કરી હતી.​ત્યારબાદ, તેણે ખેડૂતોને "કંપનીએ તમામ ઓથોરિટી મને આપી છે" તેમ કહી કંપની વતી વ્યવહારો શરૂ કર્યા હતા. આ દરમિયાન મોડાસાના ગારૂડીકંપાના ખેડૂત હરિભાઈ શામજીભાઈ પટેલ નામે કંપનીમાંથી આવેલ બિયારણના ૯૯૭ કટ્ટા બારોબાર અન્ય પાર્ટીને વેચી પૈસા પચાવી પાડ્યા હતા. ત્યારબાદ ખેડૂતનો પાક તૈયાર થતા તે બટાકા કંપનીમાં ભરાવી દઈ, ખેડૂતને બિયારણ મળ્યું ન હોવા છતાં તેમના ખાતામાંથી રૂ. ૧૭,૪૪,૫૫૦/- નો કાપ કરાવી વિશ્વાસઘાત કર્યો હતો દહેગામના ડુમેચાના ખેડૂત લાલસિંહ માનાજી ઠાકોર પાસેથી કંપનીના નામે રૂ. ૧૮,૩૨,૩૪૧/- ની કિંમતના ૨૫૩૩ કટ્ટા બટાકા ખરીદ્યા હતા. પરંતુ આ માલ કંપનીમાં જમા કરાવવાને બદલે બારોબાર અન્ય પેઢીઓમાં (મારૂતી ટ્રેડલીંક તથા રોયલ અગ્રો ટેક) વેચી દઈ તેના નાણાં પોતે મેળવી લીધા હતા અને ખેડૂત લાલસિંહને પેમેન્ટ ચૂકવ્યું ન હતું.

​આમ, આરોપી જયેશ નટુભાઈ વાળંદે માહે ૧૦/૨૦૨૪ થી તા. ૧૫/૦૫/૨૦૨૫ દરમિયાન પોતાની ફરજ દરમિયાન કંપનીનું બિયારણ બારોબાર વેચી દઈ તેમજ ખેડૂતો પાસેથી બટાકા મેળવી કંપનીમાં જમા ન કરાવી કુલ રૂ. ૩૫,૭૬,૮૯૧/- ની રકમની ઉચાપત કરી ખેડૂતો તથા કંપની સાથે ગંભીર વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરેલ હોય, જે અંગે ડીસા ખાતે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.

ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર