રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ30 જુલાઈ, 2026| Super Admin

પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હીરલબેન ઠાકર સામે આખરે ફરિયાદ નોંધાઈ

પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હીરલબેન ઠાકર સામે આખરે ફરિયાદ નોંધાઈ

ફરીયાદમાં રજૂઆત કરવા આવેલા યુવકો સાથે ઝપાઝપી, મોબાઈલ તોડવા અને ધમકી આપ્યાના આક્ષેપ

પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હીરલબેન ઠાકર સામે રજૂઆત કરવા આવેલા યુવકો સાથે ઝપાઝપી કરવા,મોબાઈલ તોડી નુકસાન પહોંચાડવા અને ધમકી આપવાના આક્ષેપો સાથે પાટણ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આખરે ગુનો નોંધાયો છે. શાંકુતલ સોસાયટીમાં ભુગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાને લઈને રજૂઆત કરવા ગયેલા અરજદારો સાથે આ ઘટના બની હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. સામા પક્ષે ચીફ ઓફિસર હીરલબેન ઠાકરે પણ આ યુવકો વિરુદ્ધ અરજી આપ્યાનું જાણવા મળ્યું છે.ફરિયાદી પાટણના પદ્મનાભ સોસાયટીમાં રહેતા અને એમ.એ.માં અભ્યાસ કરતા 23 વર્ષીય હિતેષભાઈ ઘેમરભાઈ દેસાઈએ નોંધાવેલી ફરિયાદ મુજબ, 18 જુલાઈ 2026ના રોજ બપોરે તેઓ ચીફઓફિસર હીરલબેન ઠાકરને ગટરની સમસ્યા અંગે રજૂઆત કરવા પહોંચ્યા હતા. મુલાકાતનો સમય ન હોવાનું જણાવતા તેમને બહાર જવા કહેવામાં આવ્યું હતું. 

ત્યારબાદ તેઓ નગરપાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળની ઓફિસમાં પહોંચ્યા હતા, જ્યાં પ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારોની હાજરીમાં ફરી રજૂઆત શરૂ કરવામાં આવી હતી.રજૂઆત દરમિયાન હિતેષભાઈ સાથે આવેલા તેમના મિત્ર વિપુલ ચૌધરી મોબાઈલમાં વીડિયો રેકોર્ડિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન ચીફ ઓફિસર હીરલબેન ઠાકર ઉશ્કેરાઈ ગયા અને વીડિયો ઉતારવાનો વિરોધ કરતા તેમની તરફ ધસી આવ્યા હતા. વચ્ચે પડેલા હિતેષભાઈ સહિત અન્ય વ્યક્તિને ધક્કો મારી વિપુલ ચૌધરીનો કોલર પકડી ઝપા ઝપી કરી હતી. ત્યારબાદ તેમના હાથ માંથી અંદાજે રૂ. 24,000 કિંમતનો મોબાઈલ આંચકી

જમીન પર પછાડી તોડી નાખ્યાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે ઘટનાક્રમ દરમિયાન ચીફ ઓફિસરે "હું તને જોઈ લઈશ, તારું કેરિયર પૂરું કરી નાખીશ અને ખોટા કેસમાં ફસાવી દઈશ" જેવી ધમકીઓ પણ આપી હતી. આ સમગ્ર મામલે પાટણ સીટી એ ડિવિઝન પોલીસે હીરલબેન ઠાકર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 351(2), 324(4) અને 115(2) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ ફરિયાદમાં કરાયેલા આક્ષેપોની તપાસ કરી રહી છે. આ સમગ્ર મામલામાં ફરિયાદી યુવક હિતેશ દેસાઈ પાટણ શહેર NSUI પ્રમુખ છે. તેના પિતા ઘેમરભાઈ દેસાઈ પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે, ઉપરાંત યુવકની માતા આશાબેન દેસાઈ વોર્ડ-11ના વર્તમાન કોર્પોરેટર છે.

સંબંધિત સમાચાર