રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા26 ડિસેમ્બર, 2024| Super Admin

પાલનપુરમાં હિંદુ યુવતીમાં પ્રેમાંધ મુસ્લિમ યુવકે પત્નીને આપ્યા તલાક : પતિ સામે ફરિયાદ

પાલનપુરમાં હિંદુ યુવતીમાં પ્રેમાંધ મુસ્લિમ યુવકે પત્નીને આપ્યા તલાક : પતિ સામે ફરિયાદ
પત્નીને છોડીને દીકરીને લઈ જઈ પ્રેમિકા સાથે ફરાર પતિ સામે ફરિયાદ બનાસકાંઠા જિલ્લાના ધાનેરાની એક મુસ્લિમ પરણીતા ના પતિને હિંદુ યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાતા તેણે પોતાની પત્નીને ત્રિપલ તલાક આપ્યા હતા. જે અંગે પીડિતાએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે પતિ સહીત હિન્દુ યુવતી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મુસ્લિમ મહિલાઓના હકના રક્ષણ માટે કેન્દ્ર સરકારે ત્રિપલ તલાકનો કાયદો બનાવ્યો છે. જોકે, કાયદો હોવા છતાં આજે પણ બનાસકાંઠા જિલ્લામાં ત્રિપલ તલાકનું ભૂત ધૂણી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં વધુ એક ત્રિપલ તલ્લાકનો કિસ્સો સામે આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના અકતરશા રજબશા રાઠોડના લગ્ન થરાદની એક મુસ્લિમ સમાજની યુવતી સાથે સામાજિક રીતરિવાજ મુજબ થયા હતા. લગ્ન જીવન બાદ બે સંતાનોનો જન્મ પણ થયો હતો. દરમિયાન, બંને પતિ-પત્ની પાલનપુર રહેવા આવ્યા હતા. જ્યાં પતિ અકતરશાને હિંદુ યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. પત્નીએ તેઓને ઝડપી પાડતા પતિએ તેને માર મારી ત્રિપલ તલાક આપી દીધા હતા. પતિ પોતાની દીકરી અને પ્રેમિકાને લઈને ફરાર થઇ જતા પીડિતાએ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.દરમિયાન, પોલીસે પીડિતાની ફરિયાદને આધારે પતિ અને તેની પ્રેમિકા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું પાલનપુર શહેર પશ્ચિમ પી.આઈ એસ.બી. ધાંધલ્યાએ જણાવ્યું હતું.આમ, ત્રિપલ તલાકનો ભોગ બનેલી પીડિતા પોતાની દીકરી પરત મેળવવા અને પતિ સામે કડક કાનૂની કાર્યવાહીની માંગ કરી રહી છે.

સંબંધિત સમાચાર