કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ ની પરંપરાને આગળ ધપાવતા, પીએમશ્રી કેન્દ્રીય વિદ્યાલય હિંમતનગર ખાતે ગાંધીનગર ક્લસ્ટરના કલા ઉત્સવનું અતિ ઉત્સાહભેર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કલા કુંભમાં વિદ્યાર્થીઓના અદ્ભુત કૌશલ્ય અને સર્જનાત્મકતાએ સૌકોઈના દિલ જીતી લીધાં હતાં! ૨૫૯ બાળ કલાકારોએ પાથર્યો સંસ્કૃતિનો રંગ!
આ મહોત્સવમાં ગાંધીનગર ક્લસ્ટરની કુલ ૦૮ કેન્દ્રીય વિદ્યાલયો — દાંતીવાડા, મહેસાણા, પાટણ, ગાંધીનગર (કેમ્પસ), વડસર અને હિંમતનગર—ના ૨૫૯ થી વધુ ઉત્સાહી વિદ્યાર્થીઓએ ભાગ લઈને પોતાની કળાનો જોરદાર જાદુ વિખેર્યો હતો. ૧૫થી વધુ સ્પર્ધાઓ અને કળાનો અદ્ભુત સેતુ! વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય એકતાની ભાવના દ્રઢ થાય અને ભારતની પ્રાચીન કળા તથા આધુનિક કૌશલ્યનો સુમેળ સધાય તેવા હેતુથી ૧૫ જેટલી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી: સાંસ્કૃતિક રંગો: સમૂહ નૃત્ય, સમૂહ ગાન અને એક પાત્રીય અભિનય
સંગીતની સરવાણી: શાસ્ત્રીય અને લોક સંગીત વાદ્ય વાદનચિત્રકળાની છાંટ: 2D અને 3D પેઇન્ટિંગ તથા કેનવાસ પેઇન્ટિંગ મૂર્તિકળા: માટીમાંથી રમકડાં અને આકૃતિઓનું સર્જન 'આસામ'ની સમૃદ્ધ સંસ્કૃતિ બની મુખ્ય આકર્ષણ! આ વખતના ઉત્સવમાં આસામ રાજ્ય વિશેષ કેન્દ્રસ્થાને રહ્યું હતું. વિદ્યાર્થીઓએ આસામની પવિત્ર અને સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા અને લોકજીવનને જીવંત કરતા શાનદાર પ્રોજેક્ટ્સ તથા સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરીને સમગ્ર વાતાવરણને આસામી રંગે રંગી દીધું હતું!
શાળાઓના પ્રેરણાદાયી પ્રાચાર્ય શ્રી મહેન્દ્રપ્રસાદના કુશળ નેતૃત્વ હેઠળ આ સમગ્ર ઉત્સવનું આયોજન થયું હતું. કાર્યક્રમને ઐતિહાસિક અને સફળ બનાવવા માટે કલા શિક્ષક શ્રી સુરેશ મકવાણા, સામાજિક વિજ્ઞાન શિક્ષક શ્રી મહેન્દ્રકુમાર અને સંગીત શિક્ષક શ્રી કપિલ ગંધર્વ તથા સમગ્ર ટીમે અથાક જહેમત ઉઠાવી હતી.





