રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસામાં ચેક રિટર્ન કેસ: આરોપીને ૧ વર્ષની કેદ અને ચેકની રકમ વસૂલવાનો આદેશ

 ડીસામાં ચેક રિટર્ન કેસ: આરોપીને ૧ વર્ષની કેદ અને ચેકની રકમ વસૂલવાનો આદેશ

આરોપી ગેરહાજર રહેતા એસ.પી. મારફતે સજાનું વોરંટ 

ડીસાના બીજા એડીશ્નલ ચીફ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ દ્વારા ચેક પરત ફરવાના કેસમાં આરોપીને ૧ વર્ષની કેદની સજા તેમજ ફરિયાદીને પૂરેપૂરી રકમ વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે.  કેસની વિગત એવી છે કે ડીસા તાલુકાના લુણપુરા ગામના રહીશ અને ખેતી તથા જમીન દલાલીનો વ્યવસાય કરતા ભરતસિંહ વિરસંગજી ઝાલા અને જૂના ડીસા ખાતે રહેતા અને વેપાર કરતા મોયુદ્દીન ઈકબાલભાઈ મેમણ વચ્ચે મિત્રતાનો સંબંધ હતો. મોયુદ્દીન મેમણને પોતાના વેપાર ધંધા અર્થે નાણાંની જરૂરિયાત ઊભી થતાં તેમણે ભરતસિંહ પાસે રકમની માંગણી કરતાં મિત્રતાના નાતે ભરતસિંહે રૂા. ૧,૪૬,૦૦૦/- હાથ ઉછીના આપ્યા હતા. તેની સામે આરોપીએ પ્રોમેસરી નોટ પણ કરી આપી હતી.  

​ત્યારબાદ ભરતસિંહએ નાણાંની ઉઘરાણી કરતા મોયુદ્દીનએ આઈ.ડી.બી.આઈ. બેન્ક ડીસા શાખાનો ચેક આપ્યો હતો. જે ભરતસિંહએ પોતાના ખાતામાં જમા કરાવતા એકાઉન્ટ બ્લોકના શેરા સાથે પરત ફર્યો હતો.ચેક બાઉન્સ થયા બાદ વકીલ મારફતે આરોપીને રજિસ્ટર્ડ એ.ડી.થી કાયદાકીય નોટિસ મોકલી હતી. નોટિસ મળવા છતાં આરોપીએ રકમ ન ચૂકવતાં ભરતસિંહે ડીસા કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.  ​કોર્ટ કાર્યવાહી દરમિયાન ફરિયાદી પક્ષે સબળ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. બીજી તરફ આરોપી કે તેમના વકીલ કોર્ટમાં ગેરહાજર રહ્યા હતા અને કોઈ બચાવ કે પુરાવો રજૂ કર્યો નહોતો. જેથી અદાલતે આરોપીની ઉલટ તપાસ અને દલીલોનો હક્ક બંધ કર્યો હતો.

ડીસાના બીજા એડી. ચીફ જ્યુડી. મેજિસ્ટ્રેટ રવિકાંત તંવરે તમામ પુરાવાઓ ધ્યાને લઈ આરોપી મોયુદ્દીન ઈકબાલભાઈ મેમણને તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની પૂરેપૂરી રકમ રૂા. ૧,૪૬,૦૦૦ વળતર તરીકે ચૂકવવાનો આદેશ કર્યો હતો. જો આરોપી વળતરની રકમ ન ચૂકવે તો વધુ બે માસની સાદી કેદની સજા ભોગવવી પડશે. ચુકાદા સમયે આરોપી કોર્ટમાં ગેરહાજર હોવાથી, બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા મારફતે સજાના અમલ અર્થે વોરંટ કાઢવાનો પણ આદેશ કરાયો છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Deesa

સંબંધિત સમાચાર