રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ12 ફેબ્રુઆરી, 2026| Super Admin

ચાણસ્મા કોર્ટે ચેક રીટર્ન કેસમાં કોન્ટ્રાક્ટરને એક વર્ષની કેદ અને રૂ. 16.50 લાખનું વળતર ચુકવવા આદેશ આપ્યો

ચાણસ્મા કોર્ટે ચેક રીટર્ન કેસમાં કોન્ટ્રાક્ટરને એક વર્ષની કેદ અને રૂ. 16.50 લાખનું વળતર ચુકવવા આદેશ આપ્યો
હુકમના દિવસે આરોપી કોર્ટમાં ગેરહાજર રહેતા, ચાણસ્મા કોર્ટે વોરંટ ઇશ્યૂ કરવાનો આદેશ કર્યો ચાણસ્મા કોર્ટે ચેક રીટર્ન કેસમાં બ્રાહ્મણવાડાનાકોન્ટ્રાક્ટરને એક વર્ષની કેદ અને રૂ.16.50 લાખનું વળતર ચુકવવા આદેશ આપ્યો હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યુ છે. આ કેશની પ્રાપ્ત માહિતી અનુસાર,ચાણસ્માના સાંઈ બિલ્ડીંગ મટીરીયલ ના વ્યવસાયી પટેલ ભરતકુમાર માધુભાઈ પાસેથી બ્રાહ્મણવાડા ગામના કોન્ટ્રાક્ટર ચૌધરી હરેશકુમાર પૃથ્વીરાજભાઈએ 3 જૂન, 2025ના રોજ કોન્ટ્રાક્ટના ધંધા માટે રૂ. 15 લાખની રકમ હાથ ઉછીની દોઢ માસ માટે લીધી હતી. ભરતભાઈએ રોકડા અને RTGS દ્વારા કુલ 15 લાખ રૂપિયા હરેશકુમારને આપ્યા હતા. નિર્ધારિત સમય પૂરો થતાં, ભરતભાઈએ ઉઘરાણી કરતા હરેશકુમારે રૂ.15 લાખના લેણા પેટે મહેસાણા ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓ. બેંક લિ.,ચાણસ્મા શાખાનો ચેક આપ્યો હતો. ફરિયાદીએ આ ચેક તેમના બેંક ખાતામાં ક્લિયરિંગ માટે રજૂ કરતા, અપૂરતા ભંડોળના કારણે ચેક પરત ફર્યો હતો.ચેક રીટર્ન થતા ફરિયાદી પટેલ ભરતભાઈ માધુ ભાઈએ તેમના વકીલ  મારફતે આરોપીને ડિમાન્ડ નોટિસ મોકલી હતી. આરોપીએ રૂ.15 લાખ પરત ન કરતા ફરિયાદીએ ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ ફરિયાદ દાખલ કરી હતી.આ કેસ ચાણસ્મા કોર્ટમાં ચાલતા અને ફરિયાદીના વકીલ દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજી પુરાવા,જજમેન્ટો અને દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટે આરોપી કોન્ટ્રાક્ટર ચૌધરી હરેશકુમાર પૃથ્વીરાજને એક વર્ષની સાદી કેદની સજા આ ઉપરાંત ચેકની રકમ રૂ. 15 લાખ અને 10% વધારાનું વળતર રૂ.1,50 લાખ મળી કુલ રૂ.16,50 લાખ નુ વળતર ફરિયાદીને જજમેન્ટની તારીખથી બે માસમાં ચૂકવી આપવાનો આદેશ આપ્યો છે અને જો આરોપી બે માસમાં વળતરની રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય, તો તેને વધુ 6 માસની સાદી કેદની સજા ભોગવવી પડશે. જોકે, હુકમના દિવસે આરોપી કોર્ટમાં ગેરહાજર રહેતા, ચાણસ્મા કોર્ટે તેના વિરુદ્ધ સજા વોરંટ ઇશ્યૂ કરવાનો આદેશ કર્યો  હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું છે.      

સંબંધિત સમાચાર