ચાણસ્મા તાલુકાની મીઠીઘારીયાલ સેવા સહકારી મંડળી લિમિટેડમાં થયેલી રૂ. 1.35 કરોડથી વધુની નાણાકીય ઉચાપત કેસમાં પાટણ સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ કાનૂની આદેશ કર્યો છે. ચાણસ્મા મેજિસ્ટ્રેટ કોર્ટે મંડળીના પૂર્વ મંત્રી કીર્તીકુમાર પટેલને ફટકા રેલી 3-3 વર્ષની સખત કેદની બે સજાઓ એક પછી એક ભોગવવા આદેશ આપ્યો હતો. આ હુકમ સામેની અપીલ ગ્રાહ્ય રાખી સેશન્સ કોર્ટે બંને સજાઓ એક સાથે ચલાવવાનો આદેશ આપતા જેલવાસ 6 વર્ષથી ઘટીને 3 વર્ષ થયો છે. ચાણસ્માની મીઠીઘારીયાલ સેવા સહકારી મંડળીમાં વર્ષ 2018 થી 2023 દરમિયાન મંત્રી તરીકે ફરજ બજાવતા કીર્તીકુમાર પટેલે હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો.તેમણે મંડળીની રોકડ સિલક રૂ. 1,12,63,660 મંડળીની રોકડ સિલક રૂ. 1,12,63,660 અને વ્યાજ રૂ.22,63,779 મળી કુલ રૂ. 1,35,27,431 ની રકમ અંગત ઉપયોગમાં વાપરી નાખી હતી. આરોપીએ રોકડ મેળ તેમજ હિસાબી ચોપડાઓમાં ગેરરીતિ આચરી ખોટી નોંધો કરી હતી.મંડળી પ્રમુખની ફરિયાદના આધારે ચાણસ્મા પોલીસે ગુનો નોંધી તપાસ બાદ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું.
ચાણસ્માના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે 12 માર્ચ 2025 ના રોજ કેસ ચલાવી આરોપી કીર્તીકુમાર પટેલને દોષિત ઠેરવ્યા હતા.અદાલતે તેમને નાણાકીય વિશ્વાસઘાત બદલ 3 વર્ષની સખત કેદ અને ₹5,000 દંડફટ કાર્યો હતો. ઉપરાંત હિસાબી ચોપડામાં ગેરરીતિ બદલ પણ 3 વર્ષની કેદ અને ₹5,000 હુકમ કર્યોહતો.કેદઅને 5,000 દંડનો હુકમ કર્યો હતો. નીચલી કોર્ટે બંને સજાઓ એકપછી એક ભોગવવાનો આદેશઆપતા આરોપીને કુલ 6 વર્ષ જેલમાં વિતાવવાના થતા હતા. સેશન્સ કોર્ટમાં અપીલ દલીલો મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશ સામે આરોપીએ એડવોકેટ એમ. વી. પટેલ દ્વારા પાટણ સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. બચાવ પક્ષે રજૂઆત કરી કે મેજિસ્ટ્રેટે બંને સજાઓ અલગ-અલગ ચલાવવા પાછળ કોઈ સ્પષ્ટ કારણ આપ્યું નથી. બીજી તરફ સરકારી વકીલ એસ. એચ. ઠક્કરે દલીલ કરી હતી કે આ ગંભીર નાણાકીય ગેરરીતિ હોવાથી આરોપીને કોઈ રાહત મળવી જોઈએ નહીં.
સેશન્સ અદાલતનો સુધારેલો આદેશ પાટણના સેશન્સ જજ એરા એસ મલિયાએ કાનની જોગવાઈઓને ધ્યાને સેશન્સ અદાલતનો સુધારેલો આદેશ પાટણના સેશન્સ જજ એચ.એસ. મુલિયાએ કાનૂની જોગવાઈઓને ધ્યાને રાખી અવલોકન કર્યું કે એક જ ઘટના સાથે જોડાયેલા બનાવમાં સજાઓ એકસાથે ચલાવવી જોઈએ. નીચલી કોર્ટે સજાઓ અલગ ચલાવવાનું યોગ્ય કારણ આપ્યું ન હોવાથી સેશન્સ કોર્ટે દોષસિદ્ધિ બહાલ રાખી હતી. પાટણ અદાલતે 3-3 વર્ષની બંને સજાઓ એકસાથે ભોગવવાનો સુધારેલો આદેશ આપી કાનૂની રાહત પૂરી પાડી હતી.





