રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા18 ઑગસ્ટ, 2026| Super Admin

પાલનપુર નગરપાલિકાની વિવિધ કમિટીઓના ચેરમેનોએ પદભાર સંભાળ્યો

પાલનપુર નગરપાલિકાની વિવિધ કમિટીઓના ચેરમેનોએ પદભાર સંભાળ્યો

કમિટીઓના ચેરમેનોએ ચાર્જ સાંભળતા વહીવટ વેગવંતો બનશે  

ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકાની વિવિધ કમિટી ઓની રચના તાજેતરમાં સંપન્ન થઈ હતી. ત્યારે આજે વિવિધ કમિટીઓના ચેરમેનોએ પોતાના શુભેચ્છકોની હાજરીમાં પદભાર સંભાળ્યો હતો. પાલનપુર નગરપાલિકામાં લાંબા સમય બાદ  20 જેટલી વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી હતી. જોકે, કમિટીના ચેરમેનની વરણીમાં પહેલીવાર ચૂંટાઈ આવેલા નવા નગરસેવકોને લોટરી લાગી હતી.  ત્યારે પાલિકાની કારોબારી, ટીપી, બાંધકામ, સેનિટેશન અને પાણી પુરવઠા સહિતની વિવિધ 20 કમિટી ઓના ચેરમેનોએ ચાર્જ સંભાળ્યો હતો.

કારોબારી ચેરમેન નાગજીભાઈ દેસાઈ, બાંધકામ કમિટીના ચેરમેન અંકુરભાઈ જોશી, સેનિટેશન કમીટી ચેરમેન કૃણાલ પઢીયાર, ભૂગર્ભ ચેરમેન મિતાબેન સોની, પાણી પુરવઠા ચેરમેન ગીતાબેન પુરોહિત સહિતના ચેરમેનોએ 12:39 ના ટકોરે પોતાના હોદાનો ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે પાલિકા પ્રમુખ સુનિતાબેન પટેલે તમામ ચેરમેનોને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે વિવિધ કમિટીઓના ચેરમેનોના શુભેચ્છકો અને ટેકેદારોએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી. જોકે, કમિટીઓ અસ્તિત્વમાં આવતા હવે પાલિકાનો વહીવટ વેગવંતો બનશે તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે.

ટેગ્સ:#Palanpur Municipality

સંબંધિત સમાચાર