પાટણ શહેરના જુદા જુદા 32 વિસ્તારોમાં સી.સી. રોડ, પેવર બ્લોક અને સ્ટ્રોમ વોટર લાઈન નાંખવાના આયોજન ભાગરૂપે વોર્ડ નંબર 7માં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (વર્ષ 2025-26) ની એસ.સી.એસ.પી. ગ્રાન્ટ અંતર્ગત પૂર્વ કોર્પોરેટર રાજેન્દ્ર હિરવાણીયા દ્વારા મંજૂર કરાયેલ દુઃખવાડા વિસ્તારના કામો શરૂ કરાયા છે. જેમાં જીવરામ નાયકના ડેલામાં રૂ.2,65,593ના ખર્ચે બ્લોક પેવીંગનું કામ ચાલુ થતાં પૂર્વ કોર્પોરેટર અને શહેર ભાજપ અનુ. જાતિ મોરચાના પૂર્વ મંત્રી નરેશભાઈ મકવાણાએ મુલાકાત લીધી હતી.આ ઉપરાંત જળચોક દુઃખવાડા વિસ્તારમાં કનુભાઈના ઘરથી હરસિદ્ધિ માતા મંદિર સુધી રૂ.10.76 લાખ, વિક્રમભાઈના ઘરથી ધોળીબત્તી ચોક સુધી રૂ.4.12 લાખ, નવીનભાઈ પેઈન્ટરના ઘરથી અરુણ સોલંકીના ઘર સુધી રૂ.1.16 લાખ અને વકીલ વિઠ્ઠલભાઈના ઘરથી ગોવિંદભાઈના ઘર સુધી રૂ.80,963 ના સીસી રોડ મંજૂર થયેલ છે. આ તમામ બાકી કામોના વર્ક ઓર્ડર અપાઈ ગયા હોઈ ટૂંક સમયમાં કામ પૂર્ણ કરાશે તેવું પૂવૅનગર સેવક રાજેન્દ્ર હિરવાણીયાએ જણાવ્યું હતું.
પાટણના દુઃખવાડામાં સીસી રોડ પેવર બ્લોક, સ્ટ્રોમ વોટર લાઇનના કામ શરૂ કરાયા

ટેગ્સ:#patan
સંબંધિત સમાચાર
પાટણહારીજ સાયબર ફ્રોડ કેસ: આરોપીની જામીન અરજી પાટણ કોર્ટે ફગાવી
2 દિવસ પહેલા
પાટણસમી: બંધ જિનિંગ ફેક્ટરીમાંથી ૬ મહિનાની ત્યજી દીધેલી બાળકી મળી આવતા ચકચાર
2 દિવસ પહેલા
પાટણરાધનપુરમાં રેતીના ડમ્પરોની બેફામ અવરજવર: ખાણ-ખનીજ વિભાગની મિલીભગતની ગંભીર આક્ષેપો
2 દિવસ પહેલા
પાટણસિદ્ધપુર હાઈવે પર રોંગ સાઈડમાં ઉભેલી ટ્રક પાછળ બાઈક અથડાતાં ચાલકનું ઘટના સ્થળે મોત
3 દિવસ પહેલા
