રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
સાબરકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

સાબરકાંઠામાં ઘર આંગણે 'કેન્સર સ્ક્રિનિંગ' મહાઅભિયાનનો પ્રારંભ

સાબરકાંઠામાં ઘર આંગણે 'કેન્સર સ્ક્રિનિંગ' મહાઅભિયાનનો પ્રારંભ

સાબરકાંઠા જિલ્લામાં મહિલાઓના આરોગ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને, કેન્સર જેવી જીવલેણ બીમારી સામે વહેલી તકે નિદાન દ્વારા લોકોના અમૂલ્ય જીવન બચાવવાના ઉમદા હેતુસર એક પ્રેરણાદાયી ભગીરથ કાર્ય આદરવામાં આવ્યું છે. આરોગ્ય શાખા-સાબરકાંઠા જિલ્લા પંચાયત, હરિકૃષ્ણ કેન્સર ફાઉન્ડેશન અને રોટરી ક્લબ ઓફ હિંમતનગરના ત્રિવેણી સંગમ અને સંયુક્ત સહયોગથી જિલ્લાભરમાં ‘નિ:શુલ્ક કેન્સર સ્ક્રિનિંગ અભિયાન’ ચલાવવામાં આવી રહ્યું છે.

છેલ્લા ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી  અત્યાર સુધી જિલ્લામાં અંદાજે ૮૦ જેટલા અંતરિયાળ ગામોમાં વિશેષ કેમ્પોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનની સૌથી મોટી વિશેષતા એ રહી કે, ગ્રામીણ નાગરિકોને ક્યાંય દૂર જવું ન પડ્યું અને અદ્યતન તબીબી સંસાધનો સાથે તેમના ‘ઘર આંગણે’ જ ની:શુલ્ક તપાસ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ હતી. અત્યાર સુધીમાં કુલ ૩,૫૦૦ થી વધુ ઉત્સાહી લાભાર્થીઓએ આ કેમ્પનો સીધો લાભ મેળવી પોતાની આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરી છે.

આ અભિયાન અંતર્ગત ખાસ કરીને મહિલાઓમાં સામાન્ય રીતે જોવા મળતા ગર્ભાશયના મુખના કેન્સર (Cervical Cancer), સ્તન કેન્સર (Breast Cancer) તેમજ લોકોમાં સતત વધતા જતા મોઢાના કેન્સર (Oral Cancer) ના લક્ષણો પારખવા માટે તદ્દન વૈજ્ઞાનિક પદ્ધતિથી સ્ક્રિનિંગ અને પ્રાથમિક નિદાન સેવાઓ પૂરી પાડવામાં આવી છે. આ સંવેદનશીલ પ્રયાસોના આંકડાઓ પર નજર કરીએ તો, અભિયાન દરમિયાન કુલ ૧,૫૪૩ બહેનોની ગર્ભાશયના મુખના કેન્સરના નિદાન માટે ‘VIA ટેસ્ટ’, ૨,૬૯૮ બહેનોની સ્તન કેન્સર માટેની સઘન તપાસ અને ૧,૫૦૨ નાગરિકોની મોઢાના કેન્સર માટે તબીબી ચકાસણી કરવામાં આવી હતી. આ વ્યાપક સ્ક્રીનિંગના પરિણામે પ્રાથમિક તબક્કે જ ૧૩૬ જેટલા શંકાસ્પદ કેસો શોધી કાઢવામાં  સફળતા મળી હતી. આ તમામ શંકાસ્પદ દર્દીઓનું આગળનું ઉચ્ચ સ્તરીય તબીબી પરીક્ષણ કરાવતા, તેમાંથી ૬ દર્દીઓમાં કેન્સર પોઝિટિવ હોવાનું ફલિત થયું હતું. જો આ બીમારીની સમયસર ખબર ન પડી હોત તો ભવિષ્યમાં સ્થિતિ ગંભીર બની શકી હોત. પરંતુ, આ અભિયાનના કારણે સમયસર સચોટ તપાસ થતાં જ તમામ ૬ દર્દીઓ માટે તાત્કાલિક ધોરણે યોગ્ય અને ગુણવત્તાસભર સારવાર શરૂ કરી દેવામાં આવી છે, જે ખરા અર્થમાં આ દર્દીઓ અને તેમના પરિવારોના જીવનમાં એક નવી આશા સભર સવાર લઈને આવશે.

આરોગ્ય વિભાગ દ્વારા આ તકે એક મહત્વપૂર્ણ જનજાગૃતિ સંદેશ પણ આપવામાં આવ્યો છે કે, હાલમાં સરકારશ્રી દ્વારા ૧૪ થી ૧૫ વર્ષની કિશોરીઓને ગર્ભાશયના મુખના કેન્સર સામે રક્ષણ આપતી ખૂબ જ અસરકારક વિરોધી રસી (HPV Vaccine) નિ:શુલ્ક આપવામાં આવી રહી છે. જે પણ કિશોરીઓને આ રસી લેવાની બાકી હોય, તેમના વાલીઓને નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરી સત્વરે રસી અપાવી લેવા અનુરોધ કરાયો છે.“વહેલી તપાસ દ્વારા જીવ બચાવવો અને આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવી” ના મૂળ મંત્રને સાર્થક કરતું સાબરકાંઠા જિલ્લા પંચાયતનું આ કેન્સર સ્ક્રિનિંગ અભિયાન ગ્રામ્ય અને દુર્ગમ વિસ્તારોમાં રહેતા નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે, અને કેન્સર સામે લડવાની સમાજની શક્તિને વધુ મજબૂત બનાવી એક સ્વસ્થ-સુદ્રઢ સાબરકાંઠાના નિર્માણ તરફ સફળ કદમ માંડ્યા છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર