રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ઊંઝા

ઊંઝામાં ભાજપની ગર્જના: તાલુકા અને જિલ્લા પંચાયતમાં ભગવો લહેરાયો

  ઊંઝામાં ભાજપની ગર્જના: તાલુકા અને જિલ્લા પંચાયતમાં ભગવો લહેરાયો

પાલિકાની ૧૪ બેઠકોમાંથી ૫ બેઠકો અપક્ષના ફાળે જ્યારે ૯ બેઠકો પર ભાજપનો વિજય 

 ઊંઝા તાલુકા પંચાયતની ૧૩ બેઠકો પર ચૂંટણીને લઈ ઉનાવા એચ.પી.હાઈસ્કુલ ખાતે મતગણતરી હાથ ધરાઈ હતી. ઉંઝા તાલુકા ભાજપ પ્રમુખ હર્ષદભાઈ પટેલ અને તેમની ટીમની અથાગ મહેનત રંગ લાવી હતી. તાલુકા પંચાયતની તમામ બેઠકો પર અને જીલ્લા પંચાયતની બે બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે જ્યારે કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા હતા.

ઊંઝા નગરપાલિકાની ૧૪ બેઠકો માટેની ચૂંટણીને લઈ રામબાગ સ્કૂલ ખાતે મતગતરી હાથ ધરાઈ હતી. જેમાં ૫ બેઠકો અપક્ષના ફાળે જતાં ૯ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. સવારથી પરિણામને લઈ મતગણતરી સ્થળ પર લોકોના ટોળે ટોળા એકઠા થવા પામ્યા હતા. વોર્ડ નં.૪ નું પરિણામ આવતા ભાજપ માટે આંચકો લાગ્યો હતો. ત્રણ બેઠક પર અપક્ષ જ્યારે એક બેઠક પર ભાજપ વિજય થયું હતું. વોર્ડ નં.૯ ના પરિણામમાં ત્રણ બેઠક પર ભાજપ અને એક બેઠક પર અપક્ષ વિજયી જાહેર થયા હતા. જોકે નગરપાલિકાની એક પણ બેઠક કોંગ્રેસના ફાળે જવા પામી નથી. વોર્ડ નં.૫ ના અલ્કેશ પટેલને સૌથી વધુ ૨૫૫૭ મત મળેલ છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Patan-Unjha

સંબંધિત સમાચાર