રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણ જિલ્લા પંચાયત પર ભાજપનો કબજો: ભાવિક પટેલ પ્રમુખ બન્યા

પાટણ જિલ્લા પંચાયત પર ભાજપનો કબજો: ભાવિક પટેલ પ્રમુખ બન્યા

પાટણ જિલ્લા પંચાયતની આગામી અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી સોમવારે કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપના ભાવિક પટેલ પ્રમુખ અને રૈયાબેન આયર ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા છે. ભાજપના ઉમેદવારોને 19 સભ્યોનું સમર્થન મળ્યું હતું, જ્યારે વિપક્ષ કોંગ્રેસના ઉમેદવારોને 13 મત મળ્યા હતા.

આ ચૂંટણી જિલ્લા પંચાયત ભવનના સભાખંડમાં યોજાઈ હતી. ભાજપના મહામંત્રી સંજય પટેલ પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના હોદ્દેદારો માટે પક્ષનું મેન્ડેડ લઈને આવ્યા હતા. ભાજપ તરફથી ધીણોજ બેઠકના ભાવિક હર્ષદકુમાર પટેલે પ્રમુખ પદ માટે અને સાંતલપુર બેઠકના આયર રૈયાબેન વાજાભાઈએ ઉપપ્રમુખ પદ માટે ઉમેદવાર નોંધાવી હતી.તેની સામે કોંગ્રેસ પક્ષ તરફથી બાલીસણા બેઠકના ભરત પટેલે પ્રમુખ પદ માટે અને કાકોશી બેઠકના અકબર અલીએ ઉપપ્રમુખ પદ માટે દાવેદારી કરી હતી.જિલ્લા પંચાયતના કુલ 32 સભ્યોએ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો. જેમાં ભાજપના ઉમેદવારોને 19 સભ્યોનું સમર્થન મળતા સ્પષ્ટ બહુમતી સાથે બંને ઉમેદવારો વિજેતા બન્યા હતા, જ્યારે કોંગ્રેસના 13 સભ્યોએ મતદાનકર્યું હતું. ચૂંટણી પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને સભાખંડની બહાર અને સમગ્ર પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 

પરિણામ જાહેર થતાં જ જિલ્લા પંચાયત કેમ્પસમાં ભાજપના કાર્યકરો અને સમર્થકોએ વિજય ઉત્સવ મનાવ્યો હતો.આ ચૂંટણી સાથે પાટણ જિલ્લા પંચાયતના 13મા પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળનારા ભાવિક પટેલે પક્ષના નેતૃત્વ અને સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, જિલ્લાના બાકી રહેલા વિકાસકાર્યોને તમામ સભ્યોને સાથે રાખીને પૂર્ણ કરવામાં આવશે. નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે સ્થાનિક લોકોની સુખાકારી અને ગ્રામીણ વિકાસના અધૂરા પ્રોજેક્ટ્સને પ્રાધાન્ય આપવાની ખાતરી આપી હતી.આ ઉપરાંત, પાટણ જિલ્લા પંચાયતની અન્ય મુખ્ય જવાબદારીઓમાં કારોબારી ચેરમેન તરીકે પ્રહલાદ ઠાકોર, પક્ષના નેતા તરીકે ચેતનાબેન ઉપેન્દ્ર પટેલ અને દંડક તરીકે દશરથ ભીલની વરણી કરવામાં આવી છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર