500થી વધુ મહિલાઓ સહિતના લોકોએ વિવિધ પડતર માંગણીઓ મુદ્દે સરકાર સામે નોંધાવ્યો વિરોધ
ભારતીય મજદૂર સંઘ (BMS) ગુજરાત પ્રદેશના નેજા હેઠળ પાલનપુર ખાતે વિવિધ પડતર માંગણીઓને લઈને ધરણાં-પ્રદર્શન યોજાયું હતું. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં આશરે 500 જેટલી મહિલાઓ સહિત મોટી સંખ્યા માં કામદારોએ ઉપસ્થિત રહી સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરી હતી અને આવેદનપત્ર આપ્યું હતું.
આ ઉપરાંત EPFની વેતન મર્યાદા રૂ. 15 હજારથી વધારી રૂ. 30 હજાર કરવા, બોનસની ગણતરીની મર્યાદા રૂ. 7 હજાર થી વધારી રૂ. 18 હજાર કરવા, સમાન કામ માટે સમાન વેતન આપવા અને કોન્ટ્રાક્ટ તથા આઉટસોર્સિંગ પ્રથા બંધ કરી કામદારોને યોગ્ય વેતન આપવાની માંગ પણ કરવામાં આવી હતી.





