હારીજ તથા સમી પંથકમાં મેડીકલ ડીગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બે બોગસ ડોકટરોને પાટણ એસઓજી પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પાટણ જીલ્લામાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા "નકલી (બોગસ) ડોકટર" પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની જિલ્લા પોલીસ વડાએ આપેલ સુચનાને લઈ પાટણ એસ.ઓ.જી પો.ઇન્સ.જે.જી.સોલંકી નાઓના માર્ગદર્શન મુજબ પાટણ એસ.ઓ.જી ની ટીમે બાતમી હકીકત આધારે હારીજ પો.સ્ટેના જુના માકા ગામે ચામુંડા માતાજી મંદિર પાસે આવેલ એક દુકાનમાં કોઇ પણ જાતની મેડીકલ ડોકટર ડીગ્રી મેળવ્યા સિવાય અને લાયસન્સ ધરાવતા નહીં હોવા છતાં મેડીકલ પ્રેકટીશ કરનાર બોગસ ડોકટર સંજયભાઇ સ/ઓ હરીશંકર જાતે વ્યાસ ઉ.વ.30 રહે, પાટણ નિરમલનગર પાસે બાલાજી વિલા મકાન નં-21 તા.જી. પાટણવાળાને એલોપેથીક દવાઓ,ઇન્જેકશનો તથા મેડીકલ સાધનો મળી કુલ કિ.રૂ.9526.14 ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ તથા સમી પો.સ્ટે વિસ્તારમા માંડવી ગામે દુધડેરીની પાછળ રાવળવાસમા નરેશકુમાર જયંતીજી વાઘેલા રહે. શિહોરી તા.કાંકરેજ જી.બનાસકાંઠાવાળા બોગસ ડોકટરને દવાઓ, મેડીકલ સાધનો મળી કિ.રૂ. 26375 ના મુદ્દામાલ સાથે પકડી બંને ઇસમો વિરુધ્ધ બી.એન.એસ-2023ની કલમ-319(2)તથા મેડીકલ પ્રેક્ટીસનર એકટ કલમ 30 મુજબનો બંને ઇસમો વિરુધ્ધ હારીજ તથા સમી પો.સ્ટે.ખાતે ગુનો રજીસ્ટર કરાવવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે.
બોગસ ડોક્ટરો સાવધાન! હારીજ અને સમીમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતું નેટવર્ક એસઓજીએ ઝડપી પાડ્યું

ટેગ્સ:#patan
સંબંધિત સમાચાર
પાટણપાટણ-ચાણસ્મા હાઈવે પર મસમોટા ખાડા અને તિરાડો: વાહનચાલકો માટે અકસ્માતનું મોટું જોખમ
15 કલાક પહેલા
પાટણચાણસ્મા છેતરપિંડી કેસ: નાસતા ફરતા બે આરોપીઓને અમદાવાદથી ઝડપી લેતી પાટણ એલસીબી
15 કલાક પહેલા
પાટણસ્વચ્છ પાટણ અભિયાન: 10 નવા હોપર ટીપર વાહનોનું લોકાર્પણ
1 દિવસ પહેલા
પાટણપાટણના 300 મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા
1 દિવસ પહેલા
