રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ11 જાન્યુઆરી, 2025| Super Admin

મકરસંક્રાંતિ પહેલા એસ.ઓ.જીએ 30 ફીરકી સાથે એક શખ્સની ધરપકડ કરી

મકરસંક્રાંતિ પહેલા એસ.ઓ.જીએ 30 ફીરકી સાથે એક શખ્સની ધરપકડ કરી

પાટણ શહેરમાં મકરસંક્રાંતિના તહેવાર પહેલા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. એસઓજી પોલીસે બોરસણ ચોકડી પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા એક શખ્સની ધરપકડ કરી છે. આરોપી પાસેથી 30 ફીરકી ચાઇનીઝ દોરી અને એક મોટરસાયકલ મળી કુલ 30,000રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પોલીસ અધિક્ષક વી.કે. નાયીના માર્ગદર્શન હેઠળ, જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના અમલીકરણ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી. મકરસંક્રાંતિ દરમિયાન ચાઇનીઝ દોરી માનવજીવન અને પક્ષીઓ માટે જોખમી હોવાથી તેના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીની ઓળખ પઠાણ રફીકખાન રસીદખાન (ઉ.વ.33, રહે. જુમ્મા મસ્જિદની સામે, બુકડી, પાટણ) તરીકે થઈ છે. તેની પાસેથી દરેક ફીરકી રૂ.500ના ભાવની 30 ફીરકી (કુલ રૂ.15000) અને રૂ.15,000ની કિંમતનું મોટરસાયકલ જપ્ત કરવામાં આવ્યું છે. આ કેસમાં મહાદેવ નામના એક અન્ય શખ્સની ધરપકડ બાકી છે. પોલીસે આરોપી વિરુદ્ધ પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ 223, 54 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર