રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

બનાસકાંઠા એસ.ઓ.જી પોલીસે લક્ઝરી બસમાંથી 29 કિલો નસીલા પદાર્થ સાથે ત્રણ શખ્સોની અટકાયત

બનાસકાંઠા એસ.ઓ.જી પોલીસે લક્ઝરી બસમાંથી 29 કિલો નસીલા પદાર્થ સાથે ત્રણ શખ્સોની અટકાયત

બનાસકાંઠા એસ.ઓ.જી પોલીસે બાતમીના આધારે મોટી કાર્યવાહી કરી છે. ખેમાણા ટોલટેક્સ પાસેથી એક ખાનગી લક્ઝરી બસમાંથી મોટા પ્રમાણમાં નશીલા પદાર્થો ઝડપ્યા છે. પોલીસે બસમાંથી 29 કિલો 658 ગ્રામ ગાંજો અને 4 કિલો 401 ગ્રામ અફીણનો રસ જપ્ત કર્યો છે. આ માદક પદાર્થોની કુલ કિંમત રૂ. 7 લાખ 57 હજાર 480 થવા જાય છે. પોલીસે આ મામલે રાજસ્થાનના ત્રણ શખ્સોની અટકાયત કરી છે. પકડાયેલા આરોપીઓમાં રામનિવાસ ખીયારામજી બિષ્નોઇ (રહે. વિષ્ણુનગર વીરાવા સાંચોર), શંભુસિહ ચેલસિહ રાજપૂત (રહે. કોટવાલા સાયલા) અને રૂપકિશોર ચેનારામ બેરડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મહીરામ બિસનોઈ અને મોહનજી સિરોહી પણ આ કેસમાં સંડોવાયેલા છે. પોલીસે બસના બે ચાલક અને કંડક્ટર સહિત ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ગાંજાની કિંમત રૂ. 2,96,580 અને અફીણના રસની કિંમત રૂ. 4,40,100 થવા જાય છે. પાલનપુર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર