રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

બનાસકાંઠા પોલીસની ઐતિહાસિક કાર્યવાહી: ૧૩૦૬ પેટી બિયરનો જથ્થો ઝડપાયો

બનાસકાંઠા પોલીસની ઐતિહાસિક કાર્યવાહી: ૧૩૦૬ પેટી બિયરનો જથ્થો ઝડપાયો

ગુજરાત સરકારની પ્રોહિબિશન (દારૂબંધી) અંગેની 'ઝીરો ટોલરન્સ' નીતિ અંતર્ગત બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) પાલનપુરને એક મોટી સફળતા મળી છે. રાજસ્થાન સરહદેથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ઘુસાડવામાં આવી રહેલો પંજાબ નિર્મિત વિદેશી બિયરનો એક બહુ મોટો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. બનાસકાંઠા જિલ્લાના પોલીસ ઇતિહાસમાં આટલી મોટી માત્રામાં બિયરનો જથ્થો પકડાવાની આ પ્રથમ ઘટના છે.

34.jpg 187.22 KB
બનાસકાંઠા રેન્જના આઈ.જી.પી.પરીક્ષિતા રાઠોડ, પોલીસ અધિક્ષક  પ્રશાંત સુંબે તથા ઇનચાર્જ એસ.પી.  ચિંતન તેરૈયાની કડક સૂચના અને માર્ગદર્શન હેઠળ સરહદી વિસ્તારોમાં કડક નાકાબંધી ગોઠવવામાં આવી હતી.​આ દરમિયાન LCBના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ.રાઠોડ અને હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર શંકરલાલને સંયુક્ત રીતે એક ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે પાંથાવાડાથી ડીસા જતા હાઇવે રોડ પર વિઠોદર ચાર રસ્તા નજીક વોચ ગોઠવી નાકાબંધી કરવામાં આવી હતી.

​શંકાસ્પદ ટાટા ટ્રેલર ટ્રક નં. RJ-19-GG-0022 ને રોકીને જ્યારે તેની સઘન તલાશી લેવામાં આવી, ત્યારે ટ્રકમાં ચોખાના ભુસાની આડમાં છુપાવેલો પંજાબ રાજ્યનો વિદેશી બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી ​બિયર પેટી નંગ: ૧૩૦૬ ​કુલ બિયર બોટલ નંગ: ૩૧,૩૪૪ (કિંમત રૂ. ૫૮,૫૮,૭૧૨) ​ટ્રક સહિત કુલ મુદ્દામાલ: રૂ. ૧,૦૩,૫૮,૭૧૨​આ આખી કામગીરી એલ.સી.બી.ના પી.આઈ.  ડી.એમ.રાઠોડ, પી.એસ.આઈ.  આર.બી.જાડેજા તથા  જે.એસ.ગઢવી અને તેમની અલગ-અલગ ટીમો દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. ગેરકાયદેસર હેરફેર કરનાર ટ્રેલર ટ્રકના ચાલક વિરૂદ્ધ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર