રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

બનાસકાંઠા LCBએ ખીમાણા ટોલ પ્લાઝા પાસેથી લક્ઝરી બસમાંથી વિદેશી દારૂ સાથે ચાર શખ્સોને ઝડપી પાડ્યા

બનાસકાંઠા LCBએ ખીમાણા ટોલ પ્લાઝા પાસેથી લક્ઝરી બસમાંથી વિદેશી દારૂ સાથે ચાર શખ્સોને ઝડપી પાડ્યા બનાસકાંઠા LCB પોલીસ દિવાળી બાદ બસમાંથી દારૂ ઝડપ્યો છે. પાલનપુરના ખેમાણા ટોલ નાકા નજીક લક્ઝરી બસમાંથી દારૂ LCB પોલીસે ઝડપી પાડ્યો છે. જેમાં બિકાનેરથી અમદવાદ જતી લક્ઝરી બસમાંથી 2 લાખથી વધુનો દારૂ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે 

   પાલનપુર તાલુકા પોલીસ ઉંઘતી રહીને અને જિલ્લા LCB પોલીસે તાલુકા વિસ્તારમાં થી દારૂ ઝડપી પાડ્યો છે. જેમાં બનાસકાંઠા lcb પોલીસને મળતી બાતમી મળેલી કે રાજેસ્થાન તરફથી એક લકઝરી બસ માં દારૂ સંતાડી ગુજરાત માં ઘુસાડવાનો છે. જે આધારે LCB પોલીસ પાલનપુર તાલુકાના ખિમાણા ટોલ નાકા પાસે પેટ્રોલિંગ માં હતા જે સમયે અમીરગઢ તરફથી શંકાસ્પદ ટ્રાવેલ્સ બસ આવતા એલસીબી પોલીસે તેને રોકાવી તપાસ હાથ ધરી હતી. બસની છત ઉપરથી દારૂ મળી આવતા એલસીબી પોલીસે ચાર શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં કુલ 12.25 લાખનો મુદ્દામાલ કબજે લઈ પાલનપુર તાલુકા પોલીસ મથકે ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી છે.  

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર