રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા11 જાન્યુઆરી, 2025| Super Admin

ડીસા તાલુકાના ડાવસ ગામના વ્યકિત પર હુમલો : 5 વિરુદ્ધ ફરીયાદ

ડીસા તાલુકાના ડાવસ ગામના વ્યકિત પર હુમલો : 5 વિરુદ્ધ ફરીયાદ
બે દિવસ અગાઉ સરકારી જમીન પર કબજો કરતા ઈસમો સામે રજૂઆત કરી હતી: ડીસા તાલુકાના ડાવસ ગામે સરકારી અને ગૌચરની જગ્યામાં કેટલાક શખ્સોએ ગેરકાયદેસર કબજો કરી જગ્યાનો ઉપયોગ શરૂ કરતા ડીસા નાયબ કલેક્ટર કચેરીએ બે દિવસ અગાઉ રજૂઆત કરનાર ગામના વ્યક્તિ ઉપર આ શખ્સોએ હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. ડીસા તાલુકાના ડાવસ ગામે સરકારી જગ્યા જે ફોરેસ્ટ વિભાગની જગ્યા તેમજ માજીરાણા સમાજના ખેતરોની વચ્ચે આવેલ છે. તે જગ્યા પર ગામના જ કેટલાક લોકોએ કબજો કરી લીધો છે. તેઓએ આ જગ્યા પર ઝાડ કાપી લોડર તેમજ ટ્રેક્ટર અને પાવડા વડે લેવલ કરી જગ્યાનો ઉપયોગ શરૂ કરતાં ગામના જાગૃત નાગરિક હરજીભાઈ ભૂતડીયાએ આ બાબતે ડીસા નાયબ કલેક્ટર કચેરીએ તા. 9 જાન્યુઆરીના રોજ રજૂઆત કરી હતી. જે બાબતની અદાવત રાખી આ જગ્યા પર કબજો કરનાર દિનેશભાઈ ધનરાજભાઈ પાંત્રોડ, જયંતીભાઈ નાનજીભાઈ પાંત્રોડ, અશોકભાઈ નાનજીભાઈ પાંત્રોડ, ડાયાભાઈ સવાભાઈ પાંત્રોડ અને ભરતભાઈ ધનરાજભાઈ પાંત્રોડે ભેગા મળી હરજીભાઈ આજે જ્યારે પોતાના બાળકોને શાળાએથી લઈને આવતા હતા ત્યારે ધારિયું,લાકડી અને વાંસી વડે હુમલો કરતા હરજીભાઈ અને તેમના બાળકો નાસી છૂટ્યા હતા. જેથી આ તમામ શખ્સોએ તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાબતે હરજીભાઈ ભુતડીયાએ પાંચેય શખ્સો સામે ડીસા તાલુકા પોલીસ મથકે તેમજ જિલ્લા પોલીસ વડા,ડીસા નાયબ કલેકટર સહિતને લેખિત ફરિયાદ કરી છે.

સંબંધિત સમાચાર