લાખોના ટ્રાફિક સિગ્નલ શોભાના ગાંઠિયા: ‘પીપડા સર્કલ’ના પ્રયોગ છતાં સમસ્યા યથાવત
પાલનપુરના એરોમા સર્કલ પાસે ટ્રાફિક વ્યવસ્થાની વિકટ સ્થિતિ વચ્ચે સોમવારે રાત્રે સર્જાયેલા વિચિત્ર અકસ્માતે તંત્રની ટ્રાફિક વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. ક્રેનના ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતા ક્રેન એક પછી એક વાહનો સાથે અથડાતી ગઈ હતી. જોતજોતામાં ક્રેનની અડફેટે 8 કાર, 1 રિક્ષા, 1 ટેમ્પો, 1 ટ્રક, 1 એક્ટિવા અને 1 મોટર સાઇકલ મળી કુલ 13 જેટલા વાહનો આવી જતાં ઘટનાસ્થળે અફરાતફરી મચી હતી.
એરોમા સર્કલ પર નિતનવા ગતકડાં કરવાને બદલે વૈજ્ઞાનિક ટ્રાફિક આયોજન, સ્પીડ કંટ્રોલ, દબાણો દૂર કરવા, ભારે વાહનોનું યોગ્ય નિયંત્રણ અને ટ્રાફિક નિયમોનો કડક અમલ કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે. જવાબદાર તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ મોટી દુર્ઘટના બને તે પહેલાં જાગે તેવી લાગણી પ્રબળ બની છે.





