રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી
અરવલ્લી18 જુલાઈ, 2026| Super Admin

અરવલ્લી LCBની મોટી સફળતા: વિદેશી દારૂ ભરેલી સ્વિફ્ટ કાર સાથે ₹7.59 લાખનો મુદ્દામાલ જપ્ત

અરવલ્લી LCBની મોટી સફળતા: વિદેશી દારૂ ભરેલી સ્વિફ્ટ કાર સાથે ₹7.59 લાખનો મુદ્દામાલ જપ્ત

અરવલ્લી જિલ્લામાં ગેરકાયદેસર પ્રોહિબિશન, જુગાર તેમજ નશીલા માદક દ્રવ્યોની હેરફેર અને વેચાણ કરતા ઇસમો ઉપર વોચ રાખી અસરકારક કામગીરી કરવા સારું ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા અરવલ્લી પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ એન. જાડેજા સાહેબો દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.  જે અનુસંધાને એલ.સી.બી. પોલીસ ઇન્સપેકટર એમ.એચ. ઝાલાની અધ્યક્ષતા હેઠળ પોલીસ સબ ઇન્સપેકટરઓ વી.જે. તોમર, વી.ડી. વાઘેલા, પી.પી. સોલંકી તથા એલ.સી.બી. ટીમ ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતી.

આ દરમિયાન ટીમ દ્વારા ભેટાલી ગામની સીમમાં રોડ ઉપર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું. તે સમયે શામળાજી તરફથી એક સફેદ કલરની શંકાસ્પદ મારૂતી સ્વીફ્ટ VDI ગાડી આવતા પોલીસે તેને ઉભી રાખવા ઇશારો કર્યો હતો. જોકે, ગાડીના ચાલકે વાહન ઉભું રાખવાને બદલે ભિલોડા તરફના રોડે ભગાડી મૂક્યું હતું. પોલીસે પીછો કરતાં ચાલક આગળ ભેટાલી ગામની સીમમાં ગાડી રોડની સાઇડમાં ઉભી રાખી, અંધારાનો લાભ લઇ ત્યાંથી નાસી છૂટ્યો હતો.

પોલીસે તલાશી લેતા ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૧૮ પેટી (૮૬૪ બોટલ) તથા અન્ય છૂટી બોટલો મળીને કુલ ૯૪૪ બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલીસે ₹૨,૫૯,૬૦૦/- ની કિંમતનો પ્રોહિબિશન મુદ્દામાલ તથા ₹૫,૦૦,૦૦૦/- ની કિંમતની સ્વિફ્ટ ગાડી મળીને કુલ ₹૭,૫૯,૬૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ફરાર અજાણ્યા ચાલક વિરુદ્ધ ભિલોડા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરીમાં એલ.સી.બી. પી.આઈ. એમ.એચ. ઝાલા, પીએસઆઈ સર્વ વી.જે. તોમર, વી.ડી. વાઘેલા, પી.પી. સોલંકી તેમજ એ.એસ.આઇ. કલ્પેશસિંહ કરણસિંહ, અ.હે.કો. જયેન્દ્રસિંહ ભિમસિંહ અને ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ અજમેલસિંહ સોનાજી તથા ધનરાજસિંહ ગીરવતસિંહ જોડાયા હતા.

ટેગ્સ:#foreign liquor#arvalli

સંબંધિત સમાચાર